દાઝી ગયેલા વાસણને ચમકાવવા ફોલો કરો આ Tips - Sandesh
NIFTY 11,407.80 +52.05  |  SENSEX 37,821.29 +176.39  |  USD 69.7700 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • દાઝી ગયેલા વાસણને ચમકાવવા ફોલો કરો આ Tips

દાઝી ગયેલા વાસણને ચમકાવવા ફોલો કરો આ Tips

 | 5:15 pm IST

ઘણીવાર એવું થાય છે કે જમવાનું બનાવતા સમયે આપણું ધ્યાન ભટકી જાય છે અને વાસણ પણ દાઝી જાય છે. અને દાઝી ગયેલા વાસણ સહેલાઇથી સાફ થઇ શકતા નથી. આ વાસણને સાફ કરવામાં ઘણો સમય લાગે છે. તો કેટલીક વખત તો વાસણમાંથી આ ડાઘ પણ જતા નથી. પરંતુ અમારી પાસે ઘણા એવા ઉપાય છે જેનાથી દાઝી ગયેલા વાસણમાં એકદમ ચમક આવી જશે. આ ઉપાયથી તમે વાસણને સહેલાઇથી સાફ કરી શકો છો.

બેકિંગ સોડાની મદદથી
દાઝી ગયેલા વાસણમાં એક ચમચી બેકિંગ સોડો ઉમેરો અને તે બાદ તેમા બે ચમચી લીંબુનો રસ અને બે કપ ગરમ પાણી ઉમરો. તે બાદ સ્ટીલના સ્ક્રબરથી રગડીને સાફ કરી દો. તમારા દાઝી ગયેલા વાસણ નવા વાસણની જેમ ચમકવા લાગશે.

લીંબુનો રસ
એક કાચું લીંબુ લો અને તેને દાઝી ગયેલા ભાગમાં રગડો. હવે બે ચમચી લીંબુના રસ અને બે કપ ગરમ પાણી ઉમેરો. તે બાદ સ્ટીલના સ્ક્રબરથી રગડીને સાફ કરી દો. તમારા દાઝી ગયેલા વાસણ સાફ થશે અને ચમક પણ આવશે.

મીઠું
દાઝી ગયેલા વાસણમાં મીઠું અને પાણી ઉમેરી તેને ઉકાળી લો. તેને 4 મિનિટ સુધી ઉકાળી લો. તે બાદ વાસણ ધોવાના તાર કે બ્રશથી સાફ કરી લો.

ટામેટાનો રસ
દાઝી ગયેલા વાસણને સાફ કરવા માટે ટામેટાનો રસ ખૂબ પ્રભાવશાળી છે. દાઝી ગયેલા વાસણમાં ટામેટાનો રસ અને પાણી મિક્સ કરીને ગરમ કરો. હવે તેને રગડીને સાફ કરી લો. આમ કરવાથી વાસણમાં દાઝી ગયેલા ડાઘ દૂર થઇ જશે.