સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ

સ્વાદિષ્ટ કઢી બનાવવા માટે અજમાવો આ સહેલી ટિપ્સ

 | 7:26 pm IST

કઢી તો ગુજરાતીઓની સૌથી મનપસંદ વાનગી છે. તેમાંય વળી જો ગરમ-ગરમ ખીચડી, કઢી અને રોટલા ખાવાની તો મજા કંઈક ઔર જ છે. તમે પણ આ દિવસોમાં બહારનું ભોજન ખાઈને કંટાળી ગયા છો તો ઘરે કઢી બનાવો છો. પરંતુ કઢી બનાવતા સમયે કઇ વાતનું ધ્યાન રાખવું જોઇએ.તો આવો જોઇએ કઢી બનાવતા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો..

• સૌ પ્રથમ કઢી બનાવતા સમયે તેમાં ઉભરો આવે તે ધ્યાન રાખવું જરૂરી છે. કઢીમાં જ્યાં સુધી ઉકળો ન આવે ત્યાં સુધી તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
• કારણકે કઢીને હલાવવામાં ન આવે તો તે ઉભરાઇ જાય છે.એક-બે ઉભરો આવે ત્યાં સુધી ધીમી આંચ પર ચઢવા દો.
• આ પહેલા કે કઢીને તમે આંચ પરથી ઉતારો તેની બે મિનિટ પહેલા જ લીમડાના પાન ઉમેરો.
• ધ્યાન રહે કે કઢી ત્યારે જ ટેસ્ટી બનશે જ્યારે તમે કઢી બનાવવા માટે ખાટા દહીંનો ઉપયોગ ન કરો. છાશની કઢી વધારે સ્વાદિષ્ટ બને છે.
• કઢી બનાવવા માટે ચણાનો લોટનું પ્રમાણ ધ્યાનમાં રાખવું જોઇએ. તમે એક કપ છાશ લઇ રહ્યા છો તો એક ચમચી ચણાનો લોટ પૂરતા પ્રમાણમાં લો. તેનાથી વધારે લોટ ન લેવો જોઇએ.
• જો તમારે કઢીમાં ભજીયા ઉમેરવા છે તો ભજીયાને કડક ન થવા દો. તેને નરમ રાખો. તેમજ ચણાનો લોટ અને છાશના મિશ્રણ મિક્સ કર્યા બાદ ભજીયા ઉમેરો.
• ગુજરાતી કઢીમાં ક્યારેય હળદર ન ઉમેરવી જોઇએ. કઢીમાં વઘાર ત્યારે કરો જ્યારે તે બરાબર ચઢી જાય.
• કઢી બન્યા બાદ તેને ટેસ્ટ કરો.જો કઢીમાં ખટાસ વધારે આવી ગઇ છે તો તેમા અડધી ચમચી ખાંડ ઉમેરી શકો છો.
• ખાંડ સિવાય તમે એક છાશમાં થોડુંક મીઠું મિક્સ નવશેકી ગરમ કરી કઢીમાં ઉમેરી આશરે 2 મિનિટ સુધી ચઢવા દો.