સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે ખાસ ઉપયોગી Tips - Sandesh
  • Home
  • Lifestyle
  • સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે ખાસ ઉપયોગી Tips

સ્વાદિષ્ટ અથાણું બનાવવા માટે ખાસ ઉપયોગી Tips

 | 5:18 pm IST

અથાણું એ એક એવી વાનગી છે કે જે દરેક લોકોને પસંદ હોય છે ખાવાનું કઇપણ હોય પરંતુ તેનો સ્વાદ અથાણા જોડે વધી જાય છે અને જો તેમા પણ અથાણું મળી જાય તો ભોજનની મજા બે ગણી થઇ જાય છે. તો આવો જોઇએ અથાણાનો સ્વાદ કેવી રીતે વધારી શકાય છે. જેની કેટલીક ટિપ્સ અમે તમને જણાવીશું.

• લીંબુનું અથાણું જો ખરાબ થવા લાગે તો અથાણાને કોઇ વાસણમાં નીકાળી તેમાં વિનેગર ઉમેરી લો. જેથી અથાણાંનો સ્વાદ બમણો થઇ જશે.
• લીંબુના અથાણામાં મીઠાના દાણા પડી જાય છે. જેથી અથાણું બનાવતા સમયે તેમા થોડીક પીસેલી ખાંડ પણ ઉમેરો. જેથી તેમાં દાણાં પડશે નહીં.
• કેરીનું અથાણું બનાવતા સમયે કેરીના ટૂકડામાં મીઠું અને હળદર લગાવી રાખો. તેના પર 1-2 ચમચી પીસેલી ખાંડ ઉમેરો જેથી અથાણાનો રંગ પણ સરસ લાગશે અને તે લાંબા સમય સુધી ટકી શકશે.
• કેરીના મીઠા અથાણામાં થોડુંક આદુ પણ પીસીને મિક્સ કરવાથી અથાણું પૌષ્ટિક અને ચટપટું બનશે.
• અથાણાને સ્વાદિષ્ટ બનાવવા અથાણાના મસાલામાં સરસોનું તેલ ગરમ કર્યા વગર ઉમેરવું જોઇએ. જેથી તેનો રંગ જોઇને જ મોંમાં પાણી આવી જશે.
• મીઠી કેરીના અથાણામાં ખાંડ ઉમેરીને ગેસ પર ચઢાવવામાં આવે છે. આ રીતે બનાવવાથી તે વધારે સ્વાદિષ્ટ બને છે.
• અથાણાના વધેલા મસાલાને મરચામાં ભરીને મરચાનું અથાણું પણ બનાવી શકાય છે.
• કેરીના અથાણાના મસાલાથી ભરવા પરોઠાં પણ બનાવી શકાય છે.
• તે સિવાય લીંબુના અથાણાના મસાલાને દાળમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધારી શકાય છે.