Lifestyle Try this solution when vegetable salt gets worse
  • Home
  • Featured
  • શાક-દાળમાં મીઠું વધારે પડી જાય ત્યારે અજમાવો આ ઉપાય 

શાક-દાળમાં મીઠું વધારે પડી જાય ત્યારે અજમાવો આ ઉપાય 

 | 1:42 am IST

કિચન ટિપ્સ :- ઉષ્મા ભરૂચા

રસોઇમાં જ્યારે આપણે નવી વાનગીઓ બનાવીએ છીએ. ત્યારે આપણે ગમે તેટલી માવજતથી તે બનાવીએ તો પણ ખાનારાઓ પણ એકદમ રાજી થઈ જાય એવું ભાગ્યે જ બને અને વળી આપણામાંના કેટલાંકને એ વસવસો રહેતો જ હોય છે કે હોટેલ જેવું ફૂડ તો ન જ બન્યું. આ પાછળનું એક કારણ એ પણ છે કે આપણે એ મેથડથી કૂકિંગ નથી કરતાં. જો આપણે હોટલ જેવું ફૂડ બનાવવાનો આગ્રહ રાખતા હોઈએ તો તે મેથડ પણ આપણે શીખી લેવી જોઇએ.

સવાલ ફક્ત એટલો જ છે કે આપણે વિશિષ્ટ મેથડ શીખવાના મામલે થોડી વધારાની ચીવટ દાખવીએ છીએ કે નહીં. એવી ચીવટ દાખવીએ તો ચોક્કસપણે હોટલ જેવું ટેસ્ટી ફૂડ બની જ શકે છે. તો ચાલો આજે આપણે એ નાના-નાના નુસ્ખા વિશે વાત કરી લઇએ, જે રસોડામાં અપનાવવાથી આપણને શ્રેષ્ઠ ફૂડ પ્રાપ્ત થાય છે. તેમજ કિચનની નાની-નાની તકલીફો પણ દૂર થઇ જાય.

પનીરનું શાક બનાવીએ ત્યારે પનીર કઠણ થઇ જવાની તકલીફ રહેતી હોય છે. ઘણીવાર ચવડ પણ થઇ જતું હોય છે. આ પનીર પછી શાકની અંદર નાખીએ એટલે તેને ખાવાની મજા નથી આવતી. માટે જો તમારે પનીરને સોફ્ટ રાખવું હોય તો પનીરને કટ કર્યા પછી તેને સીધું તળવાને બદલે તેને થોડા સમય સુધી ઉકાળતા પાણીમાં રાખો. લગભગ ૭ મિનિટ જેટલો સમય રાખવાથી પનીર ખૂબ જ સોફ્ટ બની જશે.

ઘણીવાર એવું બનતું હોય છે કે દૂધ આપણે ઉકળવા મૂકીએ અને જો ધ્યાન ન રહ્યું હોય તો દૂધ ઉભરાઇને વાસણથી નીચે ઢોળાઈ જાય છે, અને બધું બગડે છે, જો આમ ન થવા દેવું હોય તો દૂધ ઉકળવા મૂકો તે પહેલાં દૂધની તપેલીએ બટર લગાવીને રાખી દેવું. બટર લગાવવાથી દૂધ ઉકળીને ઉપર સુધી તો જશે, પણ તપેલીની નીચે નહીં પડે અને આજુબાજુની જગ્યા નહીં બગડે.

જો કોઇપણ શાક કે દાળમાં મીઠું વધારે પ્રમાણમાં પડી ગયું હોય અને તે ખારું થઇ ગયું હોય તો તેની અંદર પાણી નાખવાની જરૂર બિલકુલ નથી, કેમ કે પાણી નાંખવાથી તે શાકનો ઓરિજિનલ ટેસ્ટ મરી જશે. માટે સૌથી સરળ ઉપાય એ રહેશે કે બટાકાની છાલ ઉતારીને તે બટાકાને ખારા થઇ ગયેલા શાક કે દાળમાં નાખી દો, આમ કરવાથી બટાકં ખાસ્સં મીઠું શોષી લેશે અને તમારું ભોજન સ્વાદિષ્ટ બની જશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન