lifestyle Unique coincidence today, the date will look the same from anywhere you read
  • Home
  • Featured
  • આજે અનોખો સંયોગ, તારીખ ગમે ત્યાંથી વાંચશો સરખી જ લાગશે, આ રહ્યું ખાસ કારણ

આજે અનોખો સંયોગ, તારીખ ગમે ત્યાંથી વાંચશો સરખી જ લાગશે, આ રહ્યું ખાસ કારણ

 | 10:59 am IST

રોજિંદા જીવનમાં ઘણી એવી વસ્તુઓ અને વાતો હોય છે જેને આપણે ઘણી વખત વિશ્વાસ કરતા નથી. જે જોઇને આપણાને કેટલીક વખત થાય છે કે શુ ખરેખર આવું હોય શકે? ત્યારે આજે 9 ઓક્ટોબર 2019 છે. ત્યારે ઈતિહાસમા એક નજર કરીએ તો આ તારીખનો કોઈ લાંબો પહોળો ઈતિહાસ મળી નથી આવ્યો. પણ, એક બાબતે આ તારીખ 2019ના આ વર્ષે બહુ જ ખાસ છે. આ તારીખને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો તમને એક જેવી જ લાગશે. 9-10-2019ને બંને બાજુથી વાંચતા તે એકજેવી જ લાગે છે. ગણિતની ભાષામાં આ કોઈ તારીખ નથી, પણ એક સંયોગ છે. જેને પેલિંન્ડ્રોમ કહેવાય છે. તો આવો જોઇએ પેલિંન્ડ્રોમ શુ છે.

શું છે પેલિંન્ડ્રોમ તારીખ

જમણેથી અને ડાબેથી એમ બંને તરફથી વાંચતા એક જ રકમ વંચાય તેને પેલિંન્ડ્રોમ કહેવાય છે. આગળ અને પાછળથી વાંચતા એકસરખું જ વંચાય તેને પેલિંન્ડ્રોમ કહેવાય. જેમ કે, 9-10-2019. આવી અનેક તારીખો છે. દર વર્ષે કેલેન્ડરમાં આવી એક કે બે તારીખો હોય જ છે, જે પેલિન્ડ્રોમમાં આવે છે. આ તારીખ જે દિવસે આવે છે તેને પેલિંન્ડ્રોમ ડે કહેવાય છે. પેલિંન્ડ્રોમ બીજું કંઈ નહિ, પણ તારીખોનો સંયોગ છે.

આવી રીતે થાય છે પેલિંન્ડ્રોમ તારીખો…

21મી સદીમાં કુલ 38 પેલિંન્ડ્રોમ તારીખ આવે છે. જેમાંથી 2012થી લઈને 2021 સુધી આવતી પેલિંન્ડ્રોમ તારીખ નીચે મુજબ છે.

21 February 2012 21-02-2012
2 October 2012 2-10-2012
March 10, 2013 3-10-2013
3 October 2013 3-10-2013
April 10, 2014 4-10-2014
4 October 2014 4-10-2014
May 10, 2015 5-10-2015
5 October 2015 5-10-2015
June 10, 2016 6-10-2016
6 October 2016 6-10-2016
July 10, 2017 7-10-2017
7 October 2017 7-10-2017
August 10, 2018 8-10-2018
8 October 2018 8-10-2018
September 10, 2019 9-10-2019
9 October 2019 9-10-2019
February 2, 2020 02-02-2020
January 20, 2021 1-20-2021
12 February 2021 12-02-2021
December 2, 2021 12-02-2021

દરેક સદીમાં 9 વર્ષ એવા હોય છે, જેમાં એક રોમાં 10 પેલિંન્ડ્રોમ દિવસો આવે છે. તે હંમેશા સદીના બીજા દાયકામાં જ હોય છે. જેમ કે, દર વર્ષે 2011-2019, 2111-2199 અને 2211-2219માં 10 સતત પેલિંન્ડ્રોમ દિવસો આવે છે. આવું જ તેની આગળની સેન્ચ્યુરીમાં પણ હોય છે. આ મહિનો વર્ષના છેલ્લાં આંકડા સાથે તાળમેળ કરતો હોય છે. જેમ કે, 1918, 2018 અને 2118માં, વર્ષના આઠમાં મહિનામાં, 10 પેલિંન્ડ્રોમ દિવસો આવશે.

પેલિન્ડ્રોમના પ્રકાર

પેલિન્ડ્રોમના ત્રણ પ્રકાર હોય છે. તારીખ, શબ્દ અને વાક્યો. તારીખ ઉપરાંત અનેક શબ્દો અને વાક્યો એવા હોય છે, આગળથી અને પાછળથી વાંચતા એક જેવા જ લાગે છે. પ્રાથમિક શિક્ષણમાં આપણને આવા શબ્દો અને વાક્યો વિશે ચોપડીમાં આવતું. શબ્દોમાં, કસક, મલમ. આવી જ રીતે કેટલાક વાક્યો પણ એવા હોય છે. અંગ્રેજીમાં પણ આવા શબ્દો અને વાક્યો છે. જેમ કે, “radar” અને “Madam I’m Adam”ને આગળથી અને પાછળથી વાંચતા એકજેવું લાગે છે.

આ પણ જુઓ : રાજકોટ ભાભીને દિયરે ઉતારી મોતને ઘાટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન