જૂના છાપા પસ્તી સમજીને ફેંકી ન દેતા, આ રીતે કરો ઉપયોગ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • જૂના છાપા પસ્તી સમજીને ફેંકી ન દેતા, આ રીતે કરો ઉપયોગ

જૂના છાપા પસ્તી સમજીને ફેંકી ન દેતા, આ રીતે કરો ઉપયોગ

 | 4:37 pm IST

દેશ-વિદેશની ખબર જાણવા માટે દરેક લોકો તેમના ઘરમાં ન્યુઝપેપર રાખે છે. પરંતુ છાપુ વાંચી લીધા બાદ તેને પસ્તી સમજીને ફેંકી દેવામાં આવે છે.જો તમે પણ આવું કરતા હોવ તો તમારી આદત સુધારી લેજો. જૂના છાપાનો તમે ફરીથી ઉપયોગ કરી શકો છો. ઘરની સજાવટ માટે પણ છાપા ખૂબ કામ આવે છે. આવો જોઇએ કેવી રીતે જૂના છાપાનો ઉપયોગ કરી શકાય.

સ્ટીકર્સના નિશાન દૂર કરો
કેટલીક વખત બાળકો દિવાલ પર કે કાચ પર સ્ટીકર્સ લગાની દે છે. જે જલદીથી નીકળતા નથી. એવામાં તમે સ્ટીકર્સ પર વેજીટેબલ ઓઇલ લગાવી દો. ત્યાર પછી તેને મેટલની ચમચીથી નીકાળી લો અને નિશાન દૂર કરવા માટે વિનેગર છાંટી દો અને છાપાથી સાફ કરો.

ટિફીનમાંથી દુર્ગંધ દૂર કરો
ટિફિનમાંથી ખાવાની દુર્ગંધ દુર થઇ રહી નથી તો તમે છાપાના ટૂકડાને ભેગા કરીને ટિફીનમાં નાખી દો. ત્યાર પછી તેને ઢાંકણ બંધ કરી દો. આખી રાત આ રીતે રાખી સવારે ટીફિન ધોઇ લો. જેનાથી ટિફીનમાંથી આવતી દુર્ગંધ ગાયબ થઇ જશે.

ભીના બૂટ સૂકાઇ જશે
પાણીમાં કેટલીક વખત બૂટ ભીના થઇ જાય છે. જે સહેલાઇથી સૂકાતા નથી. એવામાં તમે બૂટને સૂકવવા માટે તેમા છાપા ભરી દો. છાપાને 1-2 કલાકમાં બદલતા રહો. બૂટ તડકા વગર સૂકાઇ જશે.

ગાર્ડનમાં છોડ ઉગાવો
પહેલા ગાર્ડનમાં ભીના છાપા પાથરી દો. ત્યાર પછી તેને માટીથી ઢાંકી દો. આ છાપામાં કાણાં કરવાનું ભૂલશો નહીં, જેથી છોડ ઉગવામાં સહેલાઇ રહે.

કાચ સાફ કરો
કેટલીક વખત ધૂળના કારણે ઘરના કાચ, દરવાજા, કાર સહિતની વસ્તુઓ પર ગંદકી જામી જાય છે. એવામાં મોંઘા ક્લીનરના ઉપયોગની જગ્યાએ તમે છાપાનો ઉપયોગ કરી શકો છો અને છાપાની મદદથી કાચ સહેલાઇથી સાફ પણ કરી શકો છો.