lifestyle vegetable been too added salt? So know the latest 10 Kitchen Tips
  • Home
  • Featured
  • શાક બનાવતા પડી ગયું છે વધારે મીઠું? તો જાણો અવનવી 10 કિચન ટિપ્સ

શાક બનાવતા પડી ગયું છે વધારે મીઠું? તો જાણો અવનવી 10 કિચન ટિપ્સ

 | 3:45 pm IST

મહિલાઓના જીવનનો મોટો સમય રસોડામાં પસાર થતો હોય છે. રસોઈથી માંડીને નાનીનાની વસ્તુઓ બનાવવામાં પારાવાર કાળજી અને મહેનતની જરૂર પડે છે. જો એમાં નાની મોટી સમસ્યા હોય સર્જાય તો એનો એનો ઉકેલ પણ રસોડામાં હાથવગો જ હોય છે. તો ચાલો જાણીએ આવી ટોપ 10 કિચન ટિપ્સ…

– દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો.

– ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે.

– રાંધતી વખતે દાળ ઊભરાય નહીં તે માટે તેમાં થોડું ઘી નાખવું.

– ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.

– શરદી થઇ હોય કે શરદીના લીધે માથું દુ:ખતું હોય તો કાળી ચામાં લીંબુ નાખીને પીવાથી રાહત થાય છે.

– ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

– એલચીના દાણા વધારે ઝીણા અને ઝડપથી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ ભેળવીને ખાંડવા.

– કપડાં ધોતી વખતે પાણીમાં થોડો વિનેગર નાખવાથી કપડાંમાં અનેરી ચમક આવશે.

– ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમાં મેંદામાં રવો નાંખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે.

– શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ કે દેશી ઘી મેળવી દો.

આ પણ જુઓ : કોરોનાને લઈને મુસ્લિમ સમાજના લોકો પણ જાગૃત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન