ભારતની આ જગ્યાએ આજે પણ તપાસવામાં આવે છે 'નવોઢા'ની વર્જિનિટી - Sandesh
  • Home
  • Lifestyle
  • ભારતની આ જગ્યાએ આજે પણ તપાસવામાં આવે છે ‘નવોઢા’ની વર્જિનિટી

ભારતની આ જગ્યાએ આજે પણ તપાસવામાં આવે છે ‘નવોઢા’ની વર્જિનિટી

 | 4:40 pm IST

મહારાષ્ટ્રની એક પ્રજાતિ પંચાયતમાં એવી પ્રથા આજે પણ યથાવત છે. જેની સાંભળીને કોઇપણ હેરાન થઇ શકે છે. આ પરંપરા લગ્ન બાદ યુવતીને કુમારી સાબિત કરવા માટે હોય છે. લગ્ન, જન્મ-મરણ સહિતથી જોડાયેલી દુનિયાભરમાં અલગ-અલગ પરંપરાઓ બનાવવામાં આવે છે. આજકાલ લોકો મોર્ડન થઇ ગયા છે. પરંતુ ઘણા કબીલા અને સંપ્રદાય આજે પણ એવા છે કે જ્યાં વર્ષો જુના રીતિ-રિવાજ આજે પણ પહેલાની જેમ નીભાવવમાં આવે છે. જે અંગે જાણીને આપણે ઘણી વાર હેરાન થઇ જઇએ છીએ. આજે આપણે જે રિવાજની વાત કરી રહ્યા છે. જેમા લગ્ન બાદ એટલે કે સુહાગરાતે યુવક-યુવતીના રૂમની બહાર આખું ગામ એકઠું થાય છે. આવો જોઇએ તેની પાછળનું કારણ શું છે.

લગ્ન બાદ યુવક-યુવતીને એક સાથે સમય વીતાવવા માટે અલગ રૂમ આપવામાં આવે છે જેથી તે એક-બીજાને બરાબર સમજી શકે. જ્યારે ઘણાં લોકો લગ્ન બાદ હનીમૂન મનાવવા માટે બહાર પણ જાય છે. આ વચ્ચે આપણા દેશમાં એક એવી પ્રજાતિ છે, જ્યાં લોકો નવ વિવાહીત કપલને એકલા રહેવા દેવાની જગ્યાએ આખું ગામ તેમના રૂમની બહાર એકઠું થઇ જાય છે. આ લોકો અનુસાર યુવતીનું કુમારિકા હોવાનું નિરીક્ષણ કરવા માટે કરવામાં આવે છે. યુવતી આ સમયે વર્જિન સાબિત થાય છે તો તેને વહૂ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. નહીંતર તેની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે.

આ લોકો દેશના જુદા-જુદા ભાગમાં વસેલા છે. શિક્ષિત હોવા છતાં પણ આજના સમયમાં આ સમુદાયના લોકો વિચિત્ર પરંપરા નીભાવી રહ્યા છે. આ લોકો લગ્ન બાદ યુવક-યુવતીઓ માટે એક રૂમ બુક કરાવી દે છે. તેની સાથે સંબંધ બાંધવા માટે સફેદ ચાદર આપવામાં આવે છે. આ સમૂહના પ્રમુખ રૂમની બહાર રહે છે. યુવતીને આ સમયે દાગીના કાઢી નાંખવાની સલાહ આપવામાં આવે છે. જેથી ચાદર પર ઘરેણાંનાના કારણે કોઇ નિશાન કે ડાઘ ન પડે. જોકે આખી રાત બાદ પતિ રૂમની બહાર ઉભા રહેલી પંચાયત અને પ્રમુખને ચાદર સોંરી દે છે. જો તે ચાદર પર લોહીના ડાઘ હોય તો યુવતી કુમારી સાબિત થાય છે. એવું ન થવા પર યુવતી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. યુવતીને ચરિત્રહીન સમજીને જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ સમુદાયન યુવકને સાચો સાબિત કરવા માટે કોઇપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી. આ પરંપરા ફક્ત યુવતીઓ માટે છે.