આ રીતે કરશો સફાઇ તો વોશ બેસિન ચમકવા લાગશે - Sandesh
  • Home
  • Lifestyle
  • આ રીતે કરશો સફાઇ તો વોશ બેસિન ચમકવા લાગશે

આ રીતે કરશો સફાઇ તો વોશ બેસિન ચમકવા લાગશે

 | 8:30 pm IST

વોશ બેસિન ઘરમાં ખૂબ જરૂરી છે. જે દરેક લોકોના બાથરૂમમાં હોય છે. પરંતુ જો વોશ બેસિનને સાફ ન રાખો તો એવું લાગે છે કે તમે તમારા ઘરને સાફ જ નથી કરતા. વોશ બેસિનની સફાઇ કરવી ખૂબ જરૂરી છે. અને તે બેસિક ક્લિનીંગમાં આવે છે. તમારું વોશ બેસિન હળવા રંગનું છે તો તેની પર જામેલી ગંદકી સાફ દેખાઇ આવશે.તમારા વોશ બેસિનને સમય-સમય પર સાફ કરતા રહેવું જોઇએ.વોશ બેસિનને સાફ કરવા માટે ઘણી એવી રીત છે જે તમને કામ લાગી શકે છે.

• બજારમાં ઘણા અલગ-અલગ ક્લિનર મળે છે. જેનાથી તમે બેસિન ચમકાવી શકો છો. ક્લીનરને બેસિનમાં થોડીક વાર રાખી મૂકો અને તે જામી જાય એટલે તેને સ્ક્રબરથી રગડીને સાફ કરી દો. અઠવાડિયામાં આ રીતે સફાઇ કરવી જરૂરી છે.
• લીંબુનો રસ બ્લિચીંગનું કામ કરે છે. બેસિન પર લીંબુનો રસ ફેલાવી દો. થોડીક વાર બાદ તેને સ્ક્રબ કરીને બરાબર સાફ કરી લો. આમ કરવાથી સારુ પરિણામ મળશે અને તમારુ વોશ બેસિન ચમકવા લાગશે
• નારિયેળના સૂકાઇ ગયેલા છોંતરા પણ આ સફાઇ કરવા માટે મુખ્ય ઉપાય છે. નારિયેળના સૂકા છોંતરાને સુકી રાખની મદદથી તમે વોશ બેસિન સાફ કરી શકો છો. આમ કરવાથી તમારુ વોશ બેસિન એકદમ નવું લાગશે.
• જો તમે તમારા વોશ બેસિનને ઘણા દિવસથી સાફ ન કર્યું હોય અને તે પીળુ પડી જાય તો તેને સાફ કરવા માટે કેમિકલ બ્લીચ નહીં પરંતુ સિંથેટિક કેમિકલ બ્લીચનો પ્રયોગ કરી શકો છો. જેથી તમારું વોશ બેસિન ઝડપથી સાફ થશે અને તેમાં ચમક આવી જશે.
• વોશ બેસિનને જીવ જંતુ રહિત બનાવવા માટે તમે બેસિનમાં ડેટોલનો ઉપયોગ કરી શકો છો. જેથી તમારુ વોશ બેસિન જીવજંતુ રહિત બની શકે છે. તે સિવાય બાથરૂમની અન્ય ચીજો પણ તમે સાફ કરી શકો છો.