Lifestyle What is the distance between baking soda and baking powder?
  • Home
  • Featured
  • બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરમાં શુ છે અંતર, જાણવા કરો ક્લિક

બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરમાં શુ છે અંતર, જાણવા કરો ક્લિક

 | 6:54 pm IST

બેકિંગ સોડા અને બેકિંગ પાઉડરનો ઉપયોગ ખાસકરીને દરેક ઘરમાં થાય છે. આપણે દરેક લોકોને લાગે છે કે બેકિંગ સોડા અને પાઉડર એક જેવી વસ્તુ છે. જ્યારે એવું નથી. બેકિંગ પાઉડર અને સોડામાં ખૂબ ફરક છે. બન્નેનો ઉપયોગ કરવાની રીત અલગ છે. તે શુ ફરક છે તે અંગે આજે અમે જણાવીશું.

– પહેલું અંતર બેકિંગ સોડા હળવો દરદરો હોય છે. જ્યારે બેકિંગ પાઉડર અડવામાં ખૂબ ચિકણો એટલે કે મુલાયમ હોય છે. બિલકુલ મેદા કે કોર્ન ફ્લોર જેવો હોય છે.
– બેકિંગ સોડા ખાટી વસ્તુઓ જેમ કે દહીં, છાશ, લીંબુના રસ સહિતના સંપર્કમાં આવવાથી કામ કરે છે. જ્યારે બેકિંગ પાઉડરમાં ભેજના સંપર્કમાં આવતા જ કામ કરવાલાગે છે. એટલે કે બેકિંગ પાઉડર પણ ત્યાં સુધી કામ નથી કરતુ જ્યાં સુધી તે પાણીના સંપર્કમાં ન આવી જાય.
– ભટૂરા, નાન સહિત માટે મેંદો દહીંથી જ ગુંદવામાં આવે છે અને તેમા બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ કેક, મફિન્સ અને બેકરી વાળી વસ્તુઓ બનાવવા માટે તેને માઇક્રોવેવમાં રાખવામાં આવે છે. તો તેમા રહેલા બેકિંગ પાઉડર જેવો ગરમીના સંપર્કમાં આવે છે તો પહેલા બનેલા પરપોટા વધારે મોટા થઇ જાય છે અને વાનગી વધારે મુલાયમ તેમજ ફુલેલી બને છે.

ક્યા કયા થાય છે બેકિંગ સોડાનો ઉપયોગ
– મેંદો ગુંદવાની સાથે ડ્રિંક બનાવાવમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
– બેકિંગ સોડાનો ઉપયોગ તમે કેટલાક કામો કરી શકો છો.
– કપડા ઘોવાના સાબુમાં જો તમે બેકિંગ સોડા મિક્સ કરો તો કપડા એકદમ સ્વસ્છ થઇ જશે.તેમાથી મેલ નીકળી જશે.
– ટાઇલ્સ ચમકાવાવમાં પણ બેકિંગ સોડા ખૂબ ઉપયોગી છે.
– ચાંદીના વાસણ કે દાગીના પણ બેકિંગ સોડાથી ચમકાવી શકાય છે. જેના માટે એક ચમચી પાણી અને ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને કોઇ કપડાની મદદથી વાસણ કે દાગીના પર રગડી લો અને તેને પાણીથી ધોઇ લો.