What is the yogic style, know the simple and correct way of eating
  • Home
  • Featured
  • શુ છે યોગિક શૈલી, જાણો ખાણી-પીણીની સરળ રીત, રહો તંદુરસ્ત

શુ છે યોગિક શૈલી, જાણો ખાણી-પીણીની સરળ રીત, રહો તંદુરસ્ત

 | 11:32 am IST

આપણું શરીર ત્યારે યોગ્ય રીતે કામ કરી શકે છે જ્યારે તેને યોગ્ય સમય પર યોગ્ય ખાવાનું અને પાણી મળતું રહે. જો થોડૂંક ધ્યાન રાખીને ખાવામાં આવે તો આપણું શરીર અનેક બીમારીઓથી બચી શકે છે અને વધારે ઉર્જાની સાથે કામ કરી શકીએ છીએ.

આ ઉર્જાને યથાવતા રાખવા માટે ખાણી-પીણીના કેટલાક નિયમ પણ છે. જેનું પાલન વૃદ્ધ લોકો અને સામૂહિ ભોજનમાં કરવામાં આવે છે. આ નિયમોને સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક બન્નેમાં સામેલ છે. ભોજન કરવાની આ શૈલી ને યોગિક શૈલી કહેવામાં આવે છે. આજે અમે કેટલાક એવા નિયમ લઇને આવ્યા છીએ જેને ફોલો કરવામાં આવે તો તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકશો.

કેટલી વખત જમવું તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી

તમારે આખો દિવસ ખાવાનું ન ખાવું જોઇએ કારણકે આપણું શરીર અને મગજ ત્યારે વધારે સારી રીતે કામ કરે છે. જ્યારે પેટ ખાલી હોય છે. જો તમે 30 વર્ષથી ઓછી ઉંમરના છો તો દિવસમાં ત્રણ વખત ખાવાનું ખાઓ અને જો 30થી વધારે ઉંમરના છો તો દિવસમાં માત્ર બે વખત ખાવું યોગ્ય છે. જ્યારે પણ તમે જમવા બેસો છો તો ચૌતન્ય મનથી ખાઓ જેથી ભોજન આશરે અઢી કલાકની અંદર પેટની થેલીથી બહાર થઇ જાય અને 12-18 કલાકમાં શરીરમાંથી બહાર થઈ જાય. બસ આટલી વાતને ધ્યાનમાં રાખવાથી શરીરમાં ઉર્જા અનુભવ કરી શકશો.

ધ્યાન આપો

ભોજનને મોંમાં મૂક્યા બાદ યોગ્ય રીતો ચાવીને ખાઓ। તેનાથી તે પાચન-પૂર્વ સ્થિતિમાં પહોંચી જાય છે અને તમારા શરીરમાં સુસ્તી પેદા થતી કરતું નથી.

ક્યારે પીવું જોઇએ પાણી


ભોજન કરતા સમયે પાણી ન પીવું જોઇએ. ભોજન કરતા પહેલા થોડીક મિનિટો પહેલા થોડૂંક પાણી પી લો. ભોજન સમાપ્ત કર્યાની આશરે 30-40 મિનિટો બાદ પાણી પીવું સૌથી સારું માનવામાં આવે છે.

યોગ્ય સમયે યોગ્ય આહાર લેવો

દેશમાં કઇ ઋતુમાં કયું શાક ઉપલબ્ધ છે અને શરીર માટે કઇ શાક સારુ છે આ જાણવું ખૂબ જરૂરી છે. તેને ધ્યાનમાં રાખીને ગરમીમાં અલગ રીતે ભોજન બનાવવામાં આવે છે. વરસાદમાં અલગ અને શિયાળામાં અલગ રીતે બનાવવામાં આવે છે. જેમ કે, શિયાળામાં ઠંડા શરીરને ગરમી પહોંચાડવા માટે તલથી બનેલા પદાર્થ ખાવામાં આવે છે. ગરમીમાં ઠંડક માટે તરબૂચનું સેવન કરવામાં આવે છે. શરીરને ઋતુ અનુસાર સારુ ભોજન આપવું સમજદારી છે.

સંતુલિત આહાર

ડોક્ટરોનું કહેવું છે કે, ભારતીયોમાં શુગરની બીમારી વધી રહી છે. તેનું એક કારણ છે કે ઘણા લોકો ભોજનમાં એક જ આહાર ખાય છે. જેમ કે, ચોખા કે ઘઉં. ભોજનમાં અલગ-અલગ અનાજોને સામેલ કરવું શરીર માટે ખૂબ જરૂરી છે. આમ કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

પહેલાના સમયમાં લોકો ભાત, શાક, ફળો, ચણા સહિત દરેક વસ્તુઓ ખાતા હતા. આજના સમયમાં લોકો તે નથી ખાતા. ત્યારે આજે ઘણા લોકો માત્ર દાળ અને ભાત ખાય છે તો ઘણા લોકો માત્ર રોડલી અને થોડૂંક શાક ખાય છે. આજે દરેક લોકો ખાસકરીને કાર્બોહાઇડ્રેટ ખાવાનું વધારે ખાય રહ્યા છે.

ભોજન વચ્ચેનું અંતર

બે ભોજનની વચ્ચે આશરે 5 કલાકનું અંતર હોવું જરૂરી છે આમ કરવાથી શરીરનું મળ ઉત્સર્દન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન