Why men are more known than their surname, know why
  • Home
  • Featured
  • કેમ પુરૂષો તેમની અટકથી વધુ ઓળખાય છે, જાણો તેનું કારણ

કેમ પુરૂષો તેમની અટકથી વધુ ઓળખાય છે, જાણો તેનું કારણ

 | 2:25 am IST

ઇતિહાસમાં મહાનતામાં નામ નોંધાવી ચૂકેલા લોકો વિશે વિચારવાનું શરૂ કરશો તો તમને એક ખાસ ટ્રેન્ડ જોવા મળશે. વિજ્ઞા।નીથી માંડીને સાહિત્ય ક્ષેત્રે ઇતિહાસમાં ચમકી ચૂકેલી હસ્તી વિશે જાણવા પ્રયાસ કરશો તો જાણમાં આવશે કે ઇતિહાસમાં પુરુષો સ્થાન પામ્યા છે તે તેમની અટકથી જ ઓળખાયા છે. સંશોધકોનું કહેવું છે કે આ જ વલણ રોજબરોજના જીવનમાં પણ પ્રવર્તે છે. પુરુષ વ્યવસાયીઓ પૈકી મોટાભાગના તેમની અટકથી ઓળખાતા હોય છે. તો મહિલા વ્યવસાયી તેમના પૂરાં નામે જ ઓળખાય છે. આ મોરચે પણ સ્ત્રી – પુરુષ અસમાનતા કે પૂર્વગ્રંથિઓ પ્રવર્તતી હોય છે. એવો ભાસ ઊભો થાય છે કે પુરુષ વધુ પ્રખ્યાત છે.

કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે સમગ્ર ઈતિહાસમાં આવું જ થતું આવ્યું છે. આપણે પણ ર્ડાિવન, ડિકન્સ અને શેક્સપિયર કહીને જ સંબોધીએ છીએ. પરંતુ મહિલાઓની વાત આવે ત્યારે મેડમ ક્યૂરી, એમિલી ડિકન્સન અને જેન ઓસ્ટિન એવા નામે બોલાવવા લાગીએ છીએ. અભ્યાસમાં ભાગ લેનાર એક સ્નાતક વિદ્યાર્થીને પ્રશ્ન થયો હતો કે માત્ર અટકથી સંબોધન થવાના કાંઈક લાભ હોય છે? આ પ્રશ્નનો જવાબ મેળવવા આઠ જેટલા અભ્યાસ કર્યા હતા. રેટ માય પ્રોફેસર સહિતના ઓનલાઈન ડોમેઇનના ડેટા જોયા હતા. રેડિયો પરના રાજકીય પંડિતોના નામની પણ સમીક્ષા થઈ હતી. સંશોધકોના ધ્યાને આવ્યું હતું કે અટકથી ઓળખાવાના ઘણા ફાયદા હતા. તેમના ધ્યાને આવ્યું હતું કે અટકથી ઓળખાતા લોકોને અન્યોને મુકાબલે વધુ એવોર્ડ મળ્યા હતા.

નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કેરિયર એવોર્ડની વાત કરવામાં આવે તો અટકથી ઓળખાનારાને અન્યોને મુકાબલે ૧૪ ટકા વધુ એવોર્ડ મળ્યા હતા. ઓળખ, એવોડ, મળતા ભંડોળ કે પછી અન્ય લાભોની વાત કરવામાં આવે તો અટકથી ઓળખાતા લોકો તેમાં ફાવી જતા જોવા મળ્યા હતા. પરંતુ મહિલાઓના કિસ્સામાં ઓળખ નામ અને અટક એમ બંનેથી હોવાથી તેઓ પૂર્વગ્રંથિનો ભોગ બનતી હોવાની સંભાવના વધી જતાં તેમને અન્યાય થતો જોવા મળ્યો હતો. રાજકીય ઉમેદવારના મોરચે વાત કરવામાં આવે તો આ પાસાનો પ્રભાવ ખૂબ જ વધી જતો જોવા મળતો હતો.

ભારતમાં સમસ્યા કેમ વકરતી જશે?

જુલાઈ ૨૦૧૭ના એક અહેવાલ મુજબ ભારતે એન્ટિમાઇક્રોબાયનલ રેઝિસ્ટન્સ અંગેના નેશનલ એક્શન પ્લાન દ્વારા પોતાના પ્રયાસ શરૂ કર્યા છે. ૨૦૧૭માં તો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એન્ટિબાયોટિકના ઉપયોગ અંગે દિશાનિર્દેશ બહાર પાડયા હતા, પરંતુ તેના તાકીદે અમલીકરણમાં ખાસ સમસ્યા ઉદ્ભવી છે. વધતી જતી વસતી, દવાના અયોગ્ય અને અનિયંત્રિત ઉપયોગ અને મંજૂર દવા મેળવવાના અભાવને કારણે ભારતમાં આ સમસ્યા વકરતી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;