ફ્રીઝ વગર પણ રાખી શકશો ખાદ્ય વસ્તુને સુરક્ષિત - Sandesh
  • Home
  • Lifestyle
  • ફ્રીઝ વગર પણ રાખી શકશો ખાદ્ય વસ્તુને સુરક્ષિત

ફ્રીઝ વગર પણ રાખી શકશો ખાદ્ય વસ્તુને સુરક્ષિત

 | 4:59 pm IST

ક્યારેક એવી સ્થિતિનો સામનો કરવો પડે છે જ્યારે ફ્રીઝ ખરાબ થઇ ગયું, તો ક્યારેક વીજળીની સમસ્યાને કારણે પણ ફ્રીઝ બંધ થઇ ગયું હોય છે. ફ્રીઝ બંધ થવા પર ઘણી ખાદ્યની સામગ્રી ખરાબ થવા લાગે છે. જેથી તે ખાવાનું ફેંકવું પડે છે. ફ્રીઝ તમારા ખાદ્ય પદાર્થોમાં ઉદ્દભવી રહેલા બેક્ટેરિયાને રોકે છે. તથા ખાદ્ય પદાર્થોને તાજા રાખે છે. પરંતુ શુ તમે ક્યારેય કલ્પના કરી છે કે ફ્રીઝ ન હતા ત્યારે કેવી રીતે ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવામાં આવતા હતા.

જો તમે ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવા માટે આ ઉપાયો અપનાવો તો તમે પણ તમારા ખાવાનાને કુદરતી રીતે સુરક્ષિત રાખી શકો છો. આ ખાણી-પીણીની વસ્તુને ફ્રીઝ વગર સુરક્ષિત રાખવાના જૂના ઉપાય છે. જેથી તમે ખાદ્ય પદાર્થને કુદરતી રીતે સુરક્ષિત રાખી શકો છો. તેની સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ પ્રભાવ પડતો નથી. ફ્રીઝ વગર ખાદ્ય પદાર્થોને કેવી રીતે સુરક્ષિત રાખો. ફ્રીઝ વગર ખાદ્ય ચીજ વસ્તુને સુરક્ષિત રાખવા માટે આ ઉપાય અંગે જાણો

શાકભાજી
શાકભાજીને કટ કરીને અને તડકામાં સુકવીને બેક્ટેરિયાથી તેનો બચાવ કરી શકો છો. શાકભાજી સૂકવવાથી તેના સ્વાદમાં વધારો થાય છે. કારણકે શાકભાજીમાંથી પાણી નીકળી જાય છે. તથા શાકભાજીનો સ્વાદ વધારે છે. આ રીતે ફ્રીઝ વગર કુદરતી રીતે ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખી શકાય છે.

દૂધ
દુધને ફક્ત ઉકાળીને સુરક્ષિત રાખી શકાય છે. દુધને ઉકાળી તેમા એક ચમચી જેટલું મધ ઉમેરી દો. ઉકાળ્યા બાદ મધ મિક્સ કરીને સહેલાઇથી ખાદ્ય પદાર્થોને બચાવી શકાય છે.

બટર
બજારમાંથી ખરીદવામાં આવેલા બટરમાં રાસાયણિક પ્રિજંર્વેટિવ હોય છે. જે તેને ખરાબ થવાથી બચાવે છે. ઘરે બનાવવામાં આવેલા જામ અને બટર ખરાબ થઇ શકે છે. તેને ખરાબ થવાથી બચાવવા માટે તેની એક બોટલને ઠંડા પાણીમાં રાખો. એક વાટકીમાં થોડુંક પાણી લો તથા તેમ બટર અને જામની બોટલ ડૂબાડી રાખો.

નાસ્તો
બીસ્ટકિટ અને નાસ્તો ખરાબ થતા નથી પરંતુ નરમ અને મુલાયમ થઇ જાય છે. તેને નરમ થવાછતી બચાવવા માટે એર ટાઇટ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખો. તમે તેને પોલિથિન બેગમાં પણ રાખી શકો છો. આ ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવા માટે સહેલી રીત છે.

સૂકા મેવા
સૂકામેવા સહેલાઇથી ખરાબ થતા નથી. પરતું તેને ભેજ વાળા વાતાવરણમાં રાખીએ તો તેમા નાના – નાના કીડા પડી જાય છે. તેને રોકવા માટે સૂરજની રોશનીમાં રાખો. જેથી તેમા અવશોષિત થયેલું પાણી સૂકાઇ જશે. તે બાદ તેને એર ટાઇટ ડબ્બામાં રાખો. નટ્સને કીડાથી બચાવવા માટે આ પ્રક્રિયાને રોજ કરો.

દહીં
દહી પણ સહેલાઇથી ખરાબ થઇ જાય છે. તેને બેક્ટેરિયાથી બચાવવા માટે તેમા બે-ત્રણ ચમચી મધ ઉમેરો. તે ખાદ્ય પદાર્થોને કુદરતી રીતે સંરક્ષિત કરવાની ઉત્તમ પ્રક્રિયા છે.