lifestyle Your meal will taste twice, follow these small tips
  • Home
  • Featured
  • તમારા ભોજનનો સ્વાદ થઇ જશે બમણો, ફોલો કરો આ નાનકડી ટિપ્સ

તમારા ભોજનનો સ્વાદ થઇ જશે બમણો, ફોલો કરો આ નાનકડી ટિપ્સ

 | 6:13 pm IST

દરેક વ્યક્તિની રસોઈનો સ્વાદ અલગ જ હોય છે. એકસરખી જ વાનગી બનાવતા હોવા છતાં કેટલાક લોકોના હાથમાં એવો જાદુ હોય છે કે તે ખૂબ સ્વાદિષ્ટ બને છે. ભોજન બનાવવું એ બહુ મોટી વાત નથી એવું કેટલાક લોકો કહેતા હોય છે. એ વાત અમુક ઘણી સાચી પણ છે. પરંતુ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવવી એ તો એક કળા જ છે. તો અમે તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઇને આવ્યા છીએ જેની મદદથછી તમે તમારી રસોઈને સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકે છે.

– કેળાને ભીના કપડામાં લપેટીને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણા દિવસ સુધી તાજા રહે છે.

– રતાળું બાફીને તળી લો અને તેને પનીરની જગ્યાએ ઉપયોગમાં લેવાથી વધારે સ્વાદિષ્ટ લાગે છે.

– બટાકાને એકદમ બ્રાઉન રંગના અને કરકરા બેક કરવા હોય તો કાંટાથી કાણાં પાડી બેક કરો.જેથી તે કરકરા થશે.

– વાનગીમાં ડ્રાય હબ્સનો ઉપયોગ કરવો હોય તો તેને ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે.

– કાકડી, સફરજનની છાલને સુકવી ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે.

– ખાંડ દળતી વખતે તેમા થોડા કોરા ચોખા ઉમેરવાથી તે લચકો થશે નહીં.

– ફુલાવરનું શાક બનાવતી વખતે તેમા લીંબુની છાલ અથવા એક ચમચી ખાંડ નાખવાથી ફુલાવરનું શાક કાળું પડતું નથી.

– દહીંવડા બનાવતી વખતે વડાના ખીરામાં નારિયેળનું છીણ નાખવાથી દહીંવડા ટેસ્ટી લાગે છે.

– ઢોંસા બનાવતા પહેલા તેના મિશ્રણમાં બે મોટી ચમચી બાફેલા ચોખા મિક્સ કરી દો. આનાથી તે તવા પર ચોંટશે નહિં.

– અથાણા પર ફુગ આવતી બચાવવા માટે બરણીમાં થોડા દિવસો માટે થોડી સેકેલી હિંગ મુકી દો.

– વધુ પડતા પાકી ગયેલા ટામેટાને બીજીવાર તાજા કરવા માટે તેને મીઠુ નાખેલા ઠંડા પાણીમાં આખી રાત રહેવા દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન