મેજિક ટ્રિક : મીણબત્તીથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય - Sandesh
  • Home
  • Kids Corner
  • મેજિક ટ્રિક : મીણબત્તીથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય

મેજિક ટ્રિક : મીણબત્તીથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય

 | 8:47 pm IST

સામગ્રીઃ ૨ મીણબત્તી, ૨ ખીલા, ૨ વાયર પીનની સાથે, એક બેટરી, બલ્બ તથા એક ચુંબક.

પ્રિય બાળકો! જાદુ કોઈ કરિશ્મો નથી એ માત્ર હાથની સફાઈ છે, જે કોઈ ને કોઈ રીતે વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. આપણે અહીં અનેક પ્રકારની જાદુની ટ્રિક અપનાવી છે અને આજે પણ આપણે એવી જ એક ટ્રિક અપનાવી મીણબત્તીમાંથી વીજળી ઉત્પન્ન કરીશું. મીણબત્તીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સૌ પ્રથમ બંને મીણબત્તીને વીડિયોમાં બતાવ્યા મુજબ ખીલા લગાવો અને ખીલા બીજી બાજુથી બહાર ન નીકળી જાય તેનું ધ્યાન રાખો. હવે ચુંબકની સપાટીને ખીલામાં રગડો જેથી તેમાં ચુંબકીય ઘર્ષણ ઉત્પન્ન થાય. એવી જ રીતે બીજા ખીલામાં પણ ચુંબકની સપાટીને રગડો. હવે વીડિયોમાં દર્શાવ્યા મુજબ બંને વાયરને બંને મીણબત્તીમાં લાગેલા ખીલામાં લગાવો. હવે તમે બેટરીનો ઉપયોગ કરી કોઈ પણ બલ્બ જલાવી શકો છો, જેનાથી વીજળી ઉત્પન્ન થશે. હવે બંને મીણબત્તીને જલાવો અને જુઓ કેવી રીતે મીણબત્તી દ્વારા બલ્બ ચાલુ થાય છે. આ ટ્રિકને અજમાવવા માટે તમે વીડિયો જોઈ શકો છો. ચાલો ત્યારે, કરી જુઓ મીણબત્તીથી વીજળી ઉત્પન્ન.