Lightning Strikes On Burj Khalifa, Photographer Waited For 7 Years
  • Home
  • Featured
  • બુર્જ ખલીફા પર પડી ખતરનાક વીજળી, 7 વર્ષથી ઇંતજાર કરી રહ્યો હતો આ વ્યક્તિ

બુર્જ ખલીફા પર પડી ખતરનાક વીજળી, 7 વર્ષથી ઇંતજાર કરી રહ્યો હતો આ વ્યક્તિ

 | 3:57 pm IST

દુબઈમાં હાલમાં જ ભયંકર તોફાન આવ્યું. જોરદાર વરસાદ થયો. આખા દુબઈમાં જગ્યાએ જગ્યાએ પાણી ભરાઈ ગયું, પરંતુ આ વચ્ચે કંઇક એવું થયું જેનો ઇંતઝાર એક ફોટોગ્રાફર 7 વર્ષથી કરી રહ્યો હતો. આ નજારો હતો બુર્જ ખલીફા પર વીજળી પડવાનો. આ ફોટોગ્રાફરે આ નજારાને પોતાના કેમેરામાં કેપ્ચર કરવા માટે આખી રાત એક રેગિસ્તાનમાં વરસાદની વચ્ચે એક કેમ્પમાં ગુજારી જેથી પરફેક્ટ શૉટ મળી શકે. આખરે ધીરજનું ફળ મીઠું હોય છે જેથી પરફેક્ટ શૉટ મળી શકે. આખરે ધીરજનું ફળ મીઠું હોય છે. તે ફોટોગ્રાફરને તસવીર મળી.

ફોટોગ્રાફરનું નામ છે જોહેબ અંજુમ. જોહેબે શુક્રવારની રાત્રે આવેલા તોફાન દરમિયાન દુનિયાની સૌથી ઊંચી ઇમારત પર પડતી વીજળીની તસવીર લીધી. જોહેબ આખી રાત એક રણમાં વરસાદની વચ્ચે એક નાનકડા કેમ્પમાં હતો જેથી તેને એક શાનદાર તસવીર મળી શકે. ફોટો લીધા બાદ જોહેબે જણાવ્યું કે આ તસવીરે તેના માટે વર્ષ 2020ની સારી શરૂઆત કરી છે. મારા માટે એ ક્ષણ ઘણી જ કિંમતી હતી જ્યારે 2720 ફૂટ ઊંચે બુર્જ ખલીફાનાં સૌથી ઉપરનાં ભાગ પર વીજળી ટકરાઈ.

ફોટો લીધા બાદ જોહેબે જણાવ્યું કે આ તસવીરે તેના માટે વર્ષ 2020ની સારી શરૂઆત કરી છે. મારા માટે આ ક્ષણ ઘણી જ કિંમતી હતી જ્યારે 2720 ફૂટ ઊંચા બુર્જ ખલીફાનાં સૌથી ઊંચા ભાગ પર વીજળી ટકરાઈ. જોહેબ અંજુમની આ તસવીર બુર્જ ખલીફાનાં તંત્ર અને દુબઈનાં રાજકુમાર શેખ હમદાને પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. જોહેબે જણાવ્યું કે જ્યારે વીજળી ટકાઈ ત્યારે દુબઈનું આખું આકાશ પીળા રંગની રોશનીથી રંગાઈ ગયું હતુ.

દુબઈની મીડિયાનું માનીએ તો 1996 બાદ દુબઈ સહિત સંયુક્ત અરબ અમીરાતનાં અનેક ભાગોમાં આટલો વરસાદ થયો છે. આટલું ભયંકર તોફાન આવ્યું છે, અત્યારે પણ હવામાન વિભાગનાં લોકો એ વાતની આગાહી કરી રહ્યા છે કે આગળ પણ વરસાદ થઈ શકે છે.

આ વિડીયો પણ જુઓ: મનન શાહ અને જીગ્નેશ કવિરાજ સાથે ઉતરાયણની ઉજવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન