Like airplane, the train looks more on the goods than the limit, charge, know what is the details of the law
  • Home
  • Featured
  • વિમાનની જેમ ટ્રેનમાં પણ મર્યાદા કરતા વધુ સામાન પર લાગે છે ચાર્જ, જાણો શું છે કાયદા અંગેની વિગતો

વિમાનની જેમ ટ્રેનમાં પણ મર્યાદા કરતા વધુ સામાન પર લાગે છે ચાર્જ, જાણો શું છે કાયદા અંગેની વિગતો

 | 8:24 pm IST

કદાચ તમે જાણતાં નહીં હોય પરંતુ રેલ્વેમાં પણ સામાનને લઈ જવાના અમુક કાયદા કાનૂન હોય છે. ભારતીય રેલ્વેના નિયમો અનુસાર હર એક વ્યક્તિને યાત્રા દરમિયાન મફત સામાન લઈ જવાની મર્યાદા નિર્ધારીત કરાયેલી છે. મફત સામાન  લઈ જવાની  મર્યાદા ટ્રેનના ક્લાસ પ્રમાણે અલગ અલગ હોય છે.

જોકે, યાત્રીની ટીકીટ શ્રેણી અનુસાર ડબ્બામાં મફત સામાન લઈ જવાની મર્યાદાથી વધારે સામાન બુક કરાવીને લઈ જઈ શકાય છે. વધુ સામાન પર ભારતીય રેલ્વેના પોર્ટલ અનુસાર લાગુ સામાન દરથી 1.5 ગણો વધારે ચાર્જ લાગે છે.  

જે યાત્રીઓની બેગ કે સૂટકેસ, 100 cms x 60 cms x 25 cms (લંબાઈ, પહોળાઈ અને ઉંચાઈ) હશે તેમને સામાન લઈ જવાની અનુમતિ હશે. જો નિર્ધારીત કરેલા માપથી સામાનનો વજન અને માપ વધુ છે ચાર્જ કરવામાં આવશે. મોટો સામાન ફક્ત બ્રેક વાનથી લઈ જવાની અનુમતિ છે. જેના માટે 30 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન