NIFTY 9,897.30 +103.15  |  SENSEX 31,770.89 +321.86  |  USD 64.1500 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • પેટ્રોલ-ડીઝલ ઘરઆંગણે વેચાય તો નવાઈ ન પામતા, મોદી સરકારનું નવું પ્લાનિંગ

પેટ્રોલ-ડીઝલ ઘરઆંગણે વેચાય તો નવાઈ ન પામતા, મોદી સરકારનું નવું પ્લાનિંગ

 | 7:42 pm IST

ટૂંક સમયમાં આપને ઘરે બેઠાં બેઠાં પેટ્રોલ અને ડીઝલની હોમ ડીલીવરી કરવામાં આવે તેવી વ્યવસ્થા શરૃ કરવા સરકાર વિચારણા કરી રહી છે. ઓનલાઈન બૂકિંગ કરાવવાથી ઓઈલ કંપનીઓ તમારા ઘરે જ પેટ્રો પેદાશો પહોંચાડશે. પેટ્રો પેદાશો ખરીદવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે પણ સરકાર દ્વારા ઓઈલ કંપનીઓને આદેશ કરવામાં આવશે. ઓઈલ કંપનીઓ આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ દ્વારા પેટ્રો પેદાશોની હોમ ડીલીવરી માટે ઈ-કોમર્સનો ઉપયોગ કરાશે. શ્રીનગર ખાતે મળેલી સાંસદોની સલાહકાર સમિતિમાં કેન્દ્રનાં પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ વિચાર રજૂ કર્યો હતો. પેટ્રોલ પંપો પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવા માટે તેમણે ભાર મુક્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની હોમ ડીલીવરી કરવાથી લોકોને પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધારવામાં પેટ્રોલિયમ મંત્રાલય મહત્વની ભૂમિકા નિભાવશે તેમ પ્રધાને કહ્યું હતું. ગ્રાહક દ્વારા પેટ્રોલ કે ડીઝલનું ઓનલાઈન બૂકિંગ કરવામાં આવે એટલે તેમને ઘરે બેઠા જ હોમ ડીલીવરી કરાશે. હાલ લોકોને રાહત મળે તે માટે ત્રિપાંખિયો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલ પંપો પર ડિજિટલ પેમેન્ટ માટે સુવિધા અને સાધનોનું ઝડપી વિસ્તરણ, લોકોમાં જાગૃતિ લાવવા માટેની ઝુંબેશ અને ગ્રાહકોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

પેટ્રોલિયમ મંત્રાલયે પોતાની ટ્વિટમાં કહ્યું કે, પ્રી-બુકિંગ પર ગ્રાહકોને તેમના ઘર પર જ પેટ્રો ઉત્પાદ ડિલીવર કરવાના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યુ કે, આ પગલાથી ગ્રાહકોને પેટ્રોલપંપો પર થતી લાંબી લાઈનથી અને તેમનો સમય બચાવી શકાશે.