લિલી સિંહઃ ડિપ્રેશનને મારો ગોળી...   - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • લિલી સિંહઃ ડિપ્રેશનને મારો ગોળી…  

લિલી સિંહઃ ડિપ્રેશનને મારો ગોળી…  

 | 2:27 am IST

મલ્ટિપ્લેક્સઃ શિશિર રામાવત

કો ણ છે આ લિલી સિંહ? ‘ફેર્બ્સ’ મેગેઝિને ગયા વર્ષે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સૌથી  પ્રભાવશાળી લોકોની જે સૂચિ બહાર પાડી હતી એમાં એનું નામ  સૌથી પહેલું મૂકાયું હતું. એની યુ-ટયૂબ ચેનલને મળેલા કુલ વ્યુઝનો આંકડો બે અબજ છે. -એની યુ-ટયૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા૧ કરોડ ૪૨ લાખ છે. – એના ઇન્સ્ટાગ્રામ ફેલોઅર્સનો આંકડો ૭૮ લાખ છે. -એની ગયા વર્ષની કમાણીનો આંક છે, ૧૦.૫ મિલિયન ડોલર અથવા ૭૫ કરોડ ૩૦ લાખ રૂપિયા –  એણે લખેલું પુસ્તક ‘હાઉ ટુ બિકમ બોસઃ અ ગાઇડ ટુ કોન્કરિંગ લાઇફ્’ એક જ અઠવાડિયામાં ‘ધ ન્યુ યોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલર લિસ્ટમાં ટોપ પર પહોંચી ગયું હતું.

વાત લિલી સિંહની થઈ રહી છે. જેમના માટે મનોરંજન માત્ર ટીવી અને ફ્લ્મિો પૂરતું સીમિત નથી, જેમને ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ, ખાસ કરીને યુ-ટયૂબ પર ઊછળતા જ્ઞાાન અને મનોરંજનના મહાસાગરમાં ડૂબકી લેવાની મજા આવે છે એમના માટે લિલી સિંહનું નામ અપરિચિત નથી. ૨૯ વર્ષની આ પંજાબી કુડી કેનેડામાં જન્મી છે ને મોટી થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી એ ર્સિટફઇડ યુ-ટયૂબ સ્ટાર તરીકે દુનિયાભરમાં તરખાટ મચાવી રહી છે.

સ્ટાર એટલે ફ્લ્મિ સ્ટાર કે ટીવી સ્ટાર એ ખ્યાલ હવે જૂનો થઈ ગયો. હવે માત્ર સાદા વીડિયો કેમેરાથી કે ઇવન મોબાઇલ કેમેરાથી વીડિયો શૂટ કરીને, જોવામાં રસ પડે એવું કોન્ટેન્ટ નિયમિતપણે ક્રિયેટ કરીને યુ-ટયૂબ પર શેર કરનારી વ્યક્તિ પણ સ્ટાર યા તો સેલિબ્રિટી બની શકે છે, એમના દેશ-વિદેશમાં લાખો ચાહકો હોઈ શકે છે, લોકો એની પાછળ દીવાના બની શકે છે અને લાખોપતિ-કરોડપતિ બની શકે છે. આ ઇન્ટરનેટ યુગનું સત્ય છે. ફેમસ બનવું કે સ્ટાર હોવું એ હવે કેવળ ગણ્યાગાંઠયા લોકોનો ઇજારો રહ્યો નથી. યુ-ટયૂબ સ્ટાર્સ પણ ધીમે ધીમે મેઇનસ્ટ્રીમ બની રહ્યા છે.

લિલી સિંહ ‘સુપરવુમન’ નામની યુ-ટયૂબ ચેનલ ચલાવે છે. ૨૦૧૦માં એણે આ ચેનલ શરૂ કરેલી. આ આઠ વર્ષમાં એણે ૭૩૫ કરતાં વધારે અંગ્રેજીભાષી વીડિયો અપલોડ કર્યા છે. અઠવાડિયામાં બે વીડિયો બનાવીને એ પોતાની સુપરવુમન નામની યુ-ટયૂબ ચેનલ પર અપલોડ કરે છે. નાના-નાના, ત્રણથી બારેક મિનિટના આ વીડિયોના વિષયો સાવ સાદા અને રોજ-બ-રોજની ઘટનાઓ પર આધારિત હોય. જેમ કે, ‘છોકરીઓ કેવી રીતે તૈયાર થાય છે’, ‘છોકરીઓ કેવી રીતે ટેકસ્ટ મેસેજ મોકલે છે’, ‘જુદી જુદી ટાઇપના પેરેન્ટ્સ’, ‘લગ્ન સમારંભોમાં કેવા કેવા નમૂના આવતા હોય છે’ વગેરે. જાણે મશીનગન ચાલતી હોય એમ લિલીના મુખમાંથી ધડધડાટ શબ્દો નીકળતા જાય. એ કેમેરા સામે ચિત્ર-વિચિત્ર મોઢાં બનાવે, પોતાનાં મમ્મી-પપ્પા અને અન્ય કિરદારના રોલ પણ ખુદ નિભાવે. આ વીડિયોઝમાં લિલીની તીક્ષ્ણ નિરીક્ષણશક્તિ બરાબરની ખીલે છે. એની પાસે હવે તો ખેર ખુદની પ્રોફેશનલ ટીમ છે, બાકી વર્ષો સુધી વીડિયોની સ્ક્રિપ્ટ લખવાથી માંડીને શૂટિંગ અને એડિટિંગ સુધીનું બધું જ કામ એણે જાતે કર્યું હતું.

લિલીને યુ-ટયૂબ ચેનલ શરૂ કરવાનું શી રીતે સૂઝયું? લિલીના ઘરમાં જાણે એવો નિયમ થઈ ગયો હતો કે એની મોટી બહેન કરે એ બધું લિલીએ કરવાનું જ. બહેનના નક્શે-કદમ પર એણે ચાલ્યા કરવાનું. બહેને કોલેજમાં સાઇકોલોજી વિષય લીધો હતો એટલે લિલીએ પણ બાય ડિફેલ્ટ તે જ વિષય લીધો. સાઇકોલોજી ભણવાની એને સહેજ પણ મજા નહોતી આવતી. ગ્રેજ્યુએટ થયા પછી સાઇકોલોજીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પણ કરવું એવું નક્કી થયું. લિલીને ભણવાનો એટલી હદે ત્રાસ થતો હતો કે એ ભયંકર ડિપ્રેશનમાં સરી પડી. આવી માનસિક સ્થિતિમાં, કેવળ મનને કોઈક પ્રવૃત્તિમાં રોકવા માટે એણે એક વીડિયો બનાવીને યુ-ટયૂબ પર અપલોડ કર્યો. એને એ વખતે તે પણ ખબર નહોતી કે પોતે બીજો વીડિયો બનાવશે કે કેમ, પણ એને કેમેરા સામે એકલાંએકલાં હલકીફ્ૂલકી વાતો કરવાની અને લોકો સાથે શેર કરવાની મજા આવી.

પછી એણે બીજો વીડિયો બનાવ્યો. પછી ત્રીજો. લોકોની ઉત્સાહજનક કમેન્ટ્સ આવવા લાગી. તેમણે કહ્યું કે લિલી, તારા વીડિયો બહુ ફ્ની (રમૂજી) હોય છે. લિલીને ત્યારે એ પણ ખબર નહોતી કે એનામાં સારું સેન્સ ઓફ્ હ્યુમર છે. એ એક પછી એક વીડિયો બનાવતી ગઈ. એના માટે આ સ્વ-ચિકિત્સા હતી. એ લોકોને એટલા માટે હસાવવા માગતી હતી કે જેથી એને ખુદને હસવું આવે, એની પીડા ઓછી થાય ને ડિપ્રેશન ઘટે. એવું જ થયું. આકસ્મિકપણે લિલીને નવી લાઇન મળી ગઈ. એ અમેરિકા શિફ્ટ થઈ. પછી તો એનો ઘોડો એવો દોડયો કે પાછા વળીને જોવાની ક્યારેય જરૂર ન પડી.

પોતાના ઘરના કમરામાં શૂટ કરેલા વીડિયોના જોરે લિલી આજે મોટા પોપસ્ટાર કે ફ્લ્મિસ્ટારની માફ્ક વર્લ્ડ ટૂર ગોઠવે છે. એના તમામ શોઝ હાઉસફ્ુલ થાય છે. વચ્ચે એ ભારત આવેલી ત્યારે શાહરૂખ ખાને એને વિનંતી કરેલી કે લિલી, પ્લીઝ તું મારી મહેમાન બન, મારા ઘરે આવ, કેમ કે મારી દીકરી સુહાના તારી મોટી ફેન છે! આજની તારીખે લિલીનું નામ એટલું મોટું થઈ ગયું છે કે ઇવન હોલિવૂડના મોટા મોટા સુપરસ્ટાર્સ પણ એના વીડિયોમાં દર્શન દઈને પોતાની ફ્લ્મિોનું પ્રમોશન કરે છે.

સુપરવુમન સિવાય લિલી ‘સુપરવુમન વ્લોગ્સ’ નામની યુ-ટયૂબ ચેનલ પણ પર રોજ પોતે આખા દિવસમાં શું શું કર્યું એની વાતો ઓડિયન્સ સાથે શેર કરે છે. આમ, એ અઠવાડિયામાં બે વત્તા સાત એટલે કે કુલ નવ નવા વીડિયો બનાવે છે. આ પ્રકારનું સાતત્ય જાળવી રાખવા માટે ચિક્કાર મહેનત કરવી પડે અને કેટલીય વસ્તુઓનો ભોગ આપવો પડે એ કહેવાની જરૂર છે ખરી? ડિપ્રેશનના દર્દીથી ડિજિટલ સ્ટાર બનવા સુધી લિલીની યાત્રા લોકોને અમસ્તી પ્રેરણાદાયી નથી લાગતી.

[email protected]