લીંબડી હાઇવે ઉપર કારનું પાછળનું ટાયર નીકળી જતા અકસ્માત, ત્રણના મોત, ત્રણને ઇજા - Sandesh
  • Home
  • Gujarat
  • લીંબડી હાઇવે ઉપર કારનું પાછળનું ટાયર નીકળી જતા અકસ્માત, ત્રણના મોત, ત્રણને ઇજા

લીંબડી હાઇવે ઉપર કારનું પાછળનું ટાયર નીકળી જતા અકસ્માત, ત્રણના મોત, ત્રણને ઇજા

 | 9:58 pm IST

લીંબડી નેશનલ હાઈવેની અકસ્માતોની અવીરત રહેતી વણથંભી વણઝારમાં સમી સાંજે લીંબડી હાઈવેના કાનપરા ગામના બોર્ડ પાસે ઈનોવા કાર પલ્ટી મારી જતા ઘટના સ્થળે ૩ ના મોત નિપજયા હતા અને અન્ય ૩ ને ગંભીર ઈજાઓ થતા લીંબડી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

પાણશીણા પોલીસ સ્ટેશનથી મળતી માહીતી મુજબ હૈદરાબાદ નો પટેલ પરીવાર સૈારાષ્ટ્રના પ્રસિધ્ધ જલારામ બાપાના દર્શન કરવા અમદાવાદ થી ઈનોવા કાર નંબર જીજે ર૩એમ.૭૧૭ર લઈને નીકળ્યો હતો જે સાંજના લીંબડી હાઈવેના કાનપરા ગામના બોર્ડ પાસે પહોચતા અચાનક કારનું ટાયર નીકળી જતા કારના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલ્ટી મારી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બે મહીલા અને એક પુરૃષનું ઘટના સ્થળે કમકમાટીભેર મોત નિપજયા હતા અને ૩ ને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માત અંગેના સમાચાર પાણશીણા ઈમરજન્સી ૧૦૮ને જાણ થતા ઘટના સ્થળ દોડી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પાણશીણા પોલીસને જાણ થતા પી.એસ.આઈ. સાગઠીયા,હસુભાઈ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ૩ મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પી.એમ. માટે લીંબડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકોના નામ – (૧)લલીતભાઈ પટેલ ઉ.વ.૩૪ (ર) દીપાલીબેન પટેલ ઉ.વ.ર૮ (૩) કિર્તીબેન પટેલ ઉ.વ.૩૭
ઈજાગ્રસ્તોના નામ – (૧) રાજશેખરભાઈ ઉ.વ.૩૩ (ર) કિરણભાઈ ઉ.વ.૩પ (૩) મુસ્કાનબેન ઉ.વ.૩૪