Limited Period Offer of Air Asia India, 20% Off Aviation Tickets
  • Home
  • Business
  • એર એશિયા ઇન્ડિયાની લિમિટેડ પીરિયડ ઓફર, ઉડ્ડયન ટિકિટો પર 20% છૂટ

એર એશિયા ઇન્ડિયાની લિમિટેડ પીરિયડ ઓફર, ઉડ્ડયન ટિકિટો પર 20% છૂટ

 | 9:23 am IST

સસ્તી ઉડ્ડયન સેના આપનારી વિમાન કંપની એર એશિયા ઇન્ડિયાએ સીમિત સમય માટે તેના નેટવર્કની સેવાઓના ભાડા પર 20 ટકા છૂટની રજુઆત કરી છે. એર એશિયા ઇન્ડિયામાં ટાટા સમૂહની 51 ટકા અને મલેશિયાની એર એશિયાની 49 ટકા ભાગીદારી છે.

એર એશિયા ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે સાત દિવસનો આ સેલ 18 ફેબ્રુઆરીથી શરૂ થશે આ દરમિયાન ખરીદવામાં આવેલી ટિકિટો પર 25 ફેબ્રુઆરીથી 31 જુલાઇની વચ્ચે યાત્રા કરવામાં આવશે. નિવેદન મુજબ કંપની વેબસાઇટ કે મોબાઇલ એપથી કરવામાં આવતી દરેક બુકિંગ પર છૂટ ઉપલબ્ધ હશે. યાત્રી સેલ દરમિયાન ઘરેલુ યાત્રાની સાથે-સાથે વિદેશ યાત્રાની ટિકીટ પણ બુક કરાવી શકે છે.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ ભાસ્કરને કહ્યું કે આ છૂટ યોજનાની સાથે યાત્રી તેમની રજાઓ દરમિયાન ઓછા બજેટમાં પણ દુનિયાના ઘણા સ્થાન પર યાત્રા કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન