જો આ રીતે કરશો લિનનની કેર, તો નહિં પડે ક્યારે કરચલીઓ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • જો આ રીતે કરશો લિનનની કેર, તો નહિં પડે ક્યારે કરચલીઓ

જો આ રીતે કરશો લિનનની કેર, તો નહિં પડે ક્યારે કરચલીઓ

 | 5:23 pm IST
  • Share

ઋતુ મુજબ ટ્રેન્ડી દેખાવાની સાથે-સાથે દરેક માનૂનીએ ત્વચાની સંભાળ લેવી પણ આવશ્યક છે. સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માટે ભર ઉનાળે સિલ્ક કે સાટિનના કપડાં પહેરવાની કોઈ જ જરૂર નથી. ઉનાળામાં કોટનની જેમ જ વધારે પહેરાતું ફેબ્રીક છે લીનન. આના રેસા કુદરતી ચમક ધરાવતા હોવાથી રેસામાંથી કાપડ બનીને પોલીશ થાય ત્યારે તે ખૂબ ચમકદાર અને ગ્લેમરસ લાગે છે. આ કાપડ ભેજ શોષતું હોવાથી ઉનાળામાં તે સૌનું ફેવરિટ બની રહે છે. તો જાણી લો તમે પણ લિનનની આ ખાસિયતો વિશે…

લિનનના પેન્ટને પોલો ટી-શર્ટ, લાઇટ સ્વેટર કે કોટનના શર્ટ સાથે પહેરી શકાય. એક બેઝિક રૂલ છે કે, બ્રાઇટ લિનન શર્ટ હોય તો પેન્ટમાં કમ્પલ્સરી વાઇટ, ગ્રે અથવા બેજ શેડનું પેન્ટ જ સારું લાગશે જ્યારે વાઇટ લિનન શર્ટને કલર્ડ કે ગ્રે ટ્રાઉઝર સાથે પહેરી શકાય. જોકે લિનનની ખાસિયત એ છે કે એની સાથે લેધરનાં ચંપલ અથવા સ્લિપ-ઓન ટાઇપનાં સેન્ડલ જ સારાં લાગે છે. એ સિવાય સોક્સ વિના બોટ શૂઝ પણ લિનન ટ્રાઉઝર સાથે પહેરી શકાય.

લિનનની કેર
લિનન એક નેચરલ ફેબ્રિક છે અને એને ડ્રાયક્લીનિંગ કે મશીન-વોશની કોઈ જરૂર પડતી નથી. લિનન ફેબ્રિકને હૂંફાળા પાણીમાં હેન્ડ-વોશ આપી શકાય. મશીન-વોશમાં એમાં વધુ કરચલી પડવાના ચાન્સિસ છે જે પછીથી ઇસ્ત્રી કરવામાં મુશ્કેલી આપી શકે છે. લિનનમાં કરચલી વધુ પડે છે એટલે એને ગડી કરીને રાખવાને બદલે હેન્ગરમાં લગાવીને રાખવું પણ વધુ સેફ છે.

લિનન ટિપ
જો લિનનનો સૂટ કે પેન્ટ નિયમિત પહેરતા હોવ તો બેસતી વખતે હંમેશાં ટ્રાઉઝરને ગોઠણ પાસેથી થોડું ઉપર ઊંચકીને પછી બેસવાની આદત પાડવી. આ રીતે ગોઠણ અને કમરની વચ્ચેનું ફેબ્રિક સ્ટિફ રહેશે અને વધારાની કરચલી પડતી અટકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન