ઘરે બેઠા આ નંબર પર કોલ કરીને કરો આધાર સાથે મોબાઈલ નંબર લિંક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ઘરે બેઠા આ નંબર પર કોલ કરીને કરો આધાર સાથે મોબાઈલ નંબર લિંક

ઘરે બેઠા આ નંબર પર કોલ કરીને કરો આધાર સાથે મોબાઈલ નંબર લિંક

 | 1:09 pm IST
  • Share

આઈવીઆર પ્રોસેસ પછી આધારને મોબાઈલ નંબર સાથે જોડવાની પ્રોસેસ હવે સરળ થઈ ગઈ છે. આઈવીઆર એટલે કે ઈન્ટરએક્ટિવ રિસ્પોન્સ સર્વિસ જેને ભારત સરકારે શરૂ કરી છે. આ વિશે ડિજિટલ ઈન્ડિયાનાં ઓફ્શિયલ ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપવામાં આવી હતી. આ ટોલ ફ્રી નંબર પર કોલ કરતા પહેલાં તમારી પાસે આધાર કાર્ડ અને ઓટિપી માટે મોબાઈલ નંબર હોવો જોઈએ. એરટેલ, વોડાફોને આ સર્વિસને પહેલાથી જ એક્ટિવેટ કરી દીધી છે. રિલાયંસ Jio અને BSNL પણ આ સર્વિસ જલ્દીથી શરૂ કરશે. આઈવીઆર પ્રોસેસની જેમ આધાર રી-વેરિફ્કેશન માટે તમારે આ સ્ટેપ ફોલો કરવાના રહેશે. કોઈ પણ મોબાઈલ નંબર પરથી 14546 પર કોલ કરવો અને ઘરે બેઠા આધારને મોબાઈલ નંબર સાથે લીંક કરવું.

પોતાના મોબાઈલ નંબંરથી 14546 પર કોલ કરવો.

ઈન્ડિયન અથવા એનઆરઆઈ :

ઈન્ડિયન અથવા એનઆરઆઈ ઓપ્શનમાંથી સંબંધિત વિકલ્પ પસંદ કરવો. તેના પછી મોબાઈલ નંબરને લિંક કરવા વિશે તમને પૂછવામાં આવશે. તેના
પર 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે.

આધાર નંબર આપવાનો રહેશે :

તેના પછી તમારો 12 ડિજીટ વાળો આધાર નંબર આપવાનો રહેશે અને 1 નંબર દબાવવાનું રહેશે. જો તમારો આધાર ઈનપુટ ખોટો હશે તો તમને બીજા
વિકલ્પની પણ સુવિધા આપવામાં આવી રહી છે. એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જનરેટ થશે જે તમારા મોબાઈલ પર આવશે.

પર્સનલ જાણકારી આપવી :

આઈવીઆર પ્રોસેસ હેઠળ હવે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે. તેના પછી તમારા મોબાઈલ આપરેટરનું નામ, ફોટો, જન્મ તારિખ વિશેની બધી
જાણકારી આપવાની રહેશે.

મોબાઈલ નંબરના છેલ્લા ચાર ડિજીટ વાંચો :

તેના પછી આઈવીઆર તમારા મોબાઈલ નંબરના છેલ્લે ચાર ડિજીટ વાંચશે અને ફીરીથી તમને નંબર કન્ફર્મ કરવાનું કહેશે.

ઓટીપી નાખવાનો રહેશે :

રી- કન્ફર્મેશન થયા પછી યૂઝર્સને SMSથી ઓટીપી આપવામાં આવશે તે નાખવાનો રહેશે.

મેસેજ આવશે :

ઓટિપી નાખ્યા પછી તમારે 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી પ્રોસેસ પુરી થશે. તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે. આધાર સાથે
તામારો મોબાઈલ નંબરનું વેરિફેકશન થયું છે કે નહી તે આઈવીઆર મેન્શન કરશે. પ્રોસેસ પુરી થઈ જાય તેના પછી તમને મેસેજ આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો