કડીમાં હનીફ જૂથ દ્વારા તલવાર, ધોકાથી હુમલા, ટોળામાંથી ફાયરિંગ - Sandesh
  • Home
  • Mehsana
  • કડીમાં હનીફ જૂથ દ્વારા તલવાર, ધોકાથી હુમલા, ટોળામાંથી ફાયરિંગ

કડીમાં હનીફ જૂથ દ્વારા તલવાર, ધોકાથી હુમલા, ટોળામાંથી ફાયરિંગ

 | 1:57 am IST

કડી

કડીના કસ્બા વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે જાડી કાદરભાઇ વેપારી સાથેની જુની અદાવતમાં થયેલ ફરિયાદના સાક્ષી ઘાંચી ઇરફાનભાઇ રસુલભાઇને ફરીયાદમાંથી હટી જવા બાબતે દબાણ કરી હનીફ ઉર્ફે જાડીના સાગરીતો દ્વારા સોમવારે રાત્રીના સમયે સાક્ષીના દિકરાને રસ્તામાં આંતરી લાકડીઓ અને તલવારો જેવા ઘાતક હથિયારો ધારણ કરી હુમલો કરાયો હતો. જેના પગલે તેને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્ટિપલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તે જ અદાવતમાં મંગળવારે બપોરના સુમારે હનીફ ઉર્ફે જાડીના સાગરીતો દ્વારા ફરીથી ચોક્સી બજાર વિસ્તારમાં તલવારો, ધોકા, લાકડીઓ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરતા બંન્ને પક્ષો દ્વારા સામસામે પથ્થરમારો ચાલ્યો હતો અને કેટલાક શખ્શો દ્વારા ફાઇરિંગ કરવામાં આવતા તંગદીલીભર્યુ વાતાવરણ ઉભુ થયું હતુ. ફાયરિંગ અને ઘાતક હથિયારો સાથે હુમલાના પગલે મહેસાણા ડીવાયએસપી મંજિતા વણઝારા સહિત એલસીબી, એસઓજી, નંદાસણ, બાવલુનો પોલીસ કાફલો કડી પોલીસ મથકે દોડી આવી કસ્બા વિસ્તારમાં કોબિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કડી કસ્બા વિસ્તારમાં હનીફ ઉર્ફે જાડી કાદરભાઇ વેપારી સાથે કસ્બા વિસ્તારમાં જમીન મામલે સાત માસ અગાઉ બોલાચાલી બાદ હુમલો કરવામાં આવતા જે તે સમયે હનીફ ઉર્ફે જાડી વિરુધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે પોલીસ દ્વારા હનીફ ઉર્ફે જાડીની ધરપકડ કરાઈ હતી. તે સમયે મહેસાણા ડીવાયએસેપી મંજિતા વણઝારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે હનીફ ઉર્ફે જાડીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસની જુની અદાવતની ફરિયાદના સાક્ષી તરીકે ઘાંચી ઇરફાનભાઇ રસુલભાઇ હોવાથી હનીફ ઉર્ફે જાડીના સાગરીતો દ્વારા સાક્ષી તરીકે રહેલ ઘાંચી ઇરફાનભાઇ રસુલભાઇના પરિવારજનોને સાક્ષીમાંથી હટી જવા માટે વારંવાર દબાણ કરવામાં આવતુ હતુ. જેની અદાવતમાં સોમવારે રાત્રીના સુમારે સાક્ષીના દિકરો પોતાના કામ અર્થે જઇ રહયો હતો તે સમયે કારમાં આવેલા હનીફ ઉર્ફે જાડીના સાગરીતો દ્વારા તલવારો, લાકડીઓ ધોકા જેવા ધાતક હથિયારો સાથે હુમલો કરી ઢોર માર મારી ભાગી છુટયા હતા. જેના પગલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર હેઠળ ખસેડાયો હતો. મંગળવારે બપોરના સુમારે ફરીથી ચોક્સી બજાર પાસે જુની અદાવતમાં તલવારો, લાકડીઓ, ધારીયા જેવા ધાતક હથિયારો ધારણ કરતા બંન્ને જુથો સામસામે આવી જઇ પથ્થરામારો ચલાવ્યો હતો.જે દરમ્યાન ટોળામાંથી કેટલાક શખ્શો દ્વારા ફાઇરિંગ પણ કરવામાં આવતા વાતવારણમાં તંગદીલી ફેલાઇ જવા પામી હતી.કડી કસ્બા ચોકસી બજારમાં પથ્થરમારો, ધાતક હથિયારો સાથે હુમલો અને ફાઇરિંગના બનાવના પગલે મહેસાણા ડીવાયએસપી મંજિતા વણઝારા સહિત એલસીબી, એસઓજી, નંદાસણ,બાવલુ પોલીસનો કાફલો કડી ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના પોલીસ કાફલા દ્વારા કસ્બા વિસ્તારમાં કોબિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ હુમલાના બનાવમાં બે ઇસમો ઇજા પામતા સરવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જેના નિવેદનોના આધારે કડી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લાનો પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો

કડી કસ્બા વિસ્તારમાં ફાયરિંગ થયુ હોવાની ઘટનાના સમાચાર  વાયુવેગે પંથકમાં ફેલાતા મહેસાણા ડીવાયએસપી મંજિતા  વણઝારા સહિત જિલ્લાની એજ્ન્સીઓ  એલસીબી,એસઓજી,નંદાસણ,બાવલુ પોલીસનો કાફલો કડી ખાતે  ખડકી દેવામાં આવ્યો હતો.

જુની અદાવતમાં ફાયરિંગ થતા કસ્બામાં ફફડાટ

હનીફ ઉર્ફે જાડીના સાગરીતો અને ઘાંચી સમાજ વચ્ચે  બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો અને ધાતક હથિયારો વડે  હુમલો થતા ટોળામાંથી ફાયરિંગ થતા કસ્બા વિસ્તારમાં ફફડાટ  ફેલાઇ જવા પામ્યો છે.તેમ છતાં પોલીસ દ્વારા ફાયરિંગ થયાુ  હોવાનો નનેૈયો ભણાયો હતો પરંતુ ફાયરિંગમાં ફુટેલ  કારતુસ હાથ લાગતા પોલીસ ફાયરિંગની ઘટનાને સમર્થન  આપ્યું હતુ.

ઇજાગ્રસ્તોના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઇ

કડી પીઆઇ પી.એસ.ગઢવીના જણાવ્યા અનુસાર કસ્બા વિસ્તારમાં સામસામે હુમલાના પગલે એક શખ્શ ઇજા પામતા તેને સારવાર હેઠળ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યો છે. કડી પોલીસ ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. મહેસાણા એસપી, ડીવાયએસપી સહિત જિલ્લાનો પોલીસ કાફલો કડી ખાતે આવી પહોંચ્યો છે અને ક્સ્બા વિસ્તારમાં કોબિંગ હાથ ધરી આરોપીઓ ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કોના કોના વિરુદ્ધ ફરિયાદ

(૧)પઠાણ માજીદ ઉર્ફે માજીડો કાસમભાઇ (૨)શેખ અલ્તાફ ઉર્ફે કામ અયુબભાઇ (૩) સિરાજ ઇર્ફે જીગલી (૪) સાહીરખાન મુસ્તુફાખાન તથા બીજો એક અજાણ્યોઔઇસમ સામે પક્ષે (૧)અલ્ફાજ ઉર્ફે કાજી મકાભાઇ તથા બીજા ઘણા માણસોનું ટોળુ.

રાત્રે હુમલો કર્યા પછી બીજા દિવસે ફરીથી હુમલો

સોમવારે મોડી રાત્રે હનીફ ઉર્ફે જાડીના સાગરીતો દ્વારા હુમલો  કરી એક ઇસમને ઇજા પહોંચાડવામાં આવી હતી.જેની ફરિયાદ  નોંધાવા છતાં પોલીસ દ્વારા ગંભીરતા ન લેવામાં આવતા બીજા  દિવસે મંગળવારે ફરીથી હનીફ ઉર્ફે જાડીના સાગરીતો અને ઘાંચી  સમાજ સામસામે આવી જતા પથ્થરમારો સહિત ફાયરિંગની ઘટના  બનવા પામી હતી.

હનીફ વડોદરા જેલમાં, છતાં કસાઇઓની ગેંગ સક્રિય

કડી કસ્બા વિસ્તારમાં હનીફ ઉર્ફે જાડી કાદરભાઇ વેપારીને  મહેસાણા જેલમાંથી વડોદરા જેલ ખાતે રિફર કરવામાં આવ્યો  હોવા છતાં કડી ખાતે કસાઇઓની ગેંગ સક્રિય છે અને હનીફ ઉર્ફે  જાડીની વિરુધ્ધ થયેલ ફરિયાદીના સાક્ષીઓની ફરિયાદમાંથી હટી જવા  ધમકીઓ આપી હુમલો કરવામાં આવતા કડી કસ્બા વિસ્તરમાં ફફડાટ  ફેલાયો છે.