નવરાશની પળોમાં, ચાની ચુસ્કી લેતાં આધાર સાથે મોબાઈલ લિન્ક કરો ઘેરબેઠા - Sandesh
NIFTY 10,468.15 -12.45  |  SENSEX 34,120.68 +-71.97  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • નવરાશની પળોમાં, ચાની ચુસ્કી લેતાં આધાર સાથે મોબાઈલ લિન્ક કરો ઘેરબેઠા

નવરાશની પળોમાં, ચાની ચુસ્કી લેતાં આધાર સાથે મોબાઈલ લિન્ક કરો ઘેરબેઠા

 | 4:32 pm IST

મોબાઈલ ફોનને આધાર સાથે લિન્ક કરવાની અંતિમ તારીખ સરકારે વધારીને 31 માર્ચ કરી છે. સરકારે આ કાર્ય માટે કોઈ વેબસાઈટ લોંચ કરી નથી, પરંતુ યુઆઈડીએઆઈએ ટોલ ફ્રી નંબર 14546નો આરંભ કર્યો છે. આ નંબર પર ફોન કરીને મોબાઈલને આધાર સાથે સરળતાથી જોડી એટલે કે લિન્ક કરી શકાય છે.

પ્રથમ પગથિયું

જે મોબાઈલને આધાર સાથે લિન્ક કરવાનું હોય તેના પરથી જ ટોલ ફ્રી નંબર 14546 જોડો. ફોન જોડાયા પછી આધાર નંબર પૂછવામાં આવશે. ત્યારબાદ આધાર નંબર એન્ટર કરવો પડશે

પગથિયું બીજું

આધાર નંબર એન્ટર કરાતા જ મોબાઈલ પર નવ ટાઈમ પાસવર્ડ જોવા મળશે. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કરવાનું રહેશે. આમ કરાયા પછી મોબાઈલ નંબર આધાર સાથે લિન્ક થઈ જશે.

માહિતી પૂરી પાડતી વખતે સાચી જાણકારી પૂરી પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખશો. કારણ કે આધારની વિગતો એન્ટર કરાયા પછી યુઆઈડીએઆઈની સિસ્ટમ તેની ચકાસણી કરશે. આ ચકાસણીમાં જાણકારી સાચી જણાશે તો જ મોબાઈલ લિન્ક થશે.

આ સુવિધાનો લાભ લેવા માટે તમારો ઓછામાં ઓછો એક મોબાઈલ આધારા સાથે લિન્ક હોય તે જરૂરી છે. જો આમ નહીં હોય તો આ સુવિધાનો લાભ નહીં લઈ શકાય. કારણ કે આધાર લિન્ક માટે ઓટીપી આવશે તે નોંધાયેલા મોબાઈલ પર જ આવશે.