કડી : પોલીસ મથકે ટોળાનો હલ્લાબોલ, શહેરમાં તોડફોડ-આગચંપી - Sandesh
  • Home
  • Mehsana
  • કડી : પોલીસ મથકે ટોળાનો હલ્લાબોલ, શહેરમાં તોડફોડ-આગચંપી

કડી : પોલીસ મથકે ટોળાનો હલ્લાબોલ, શહેરમાં તોડફોડ-આગચંપી

 | 4:16 am IST

કડી.તા.૦૧

કડી શહેરની કોલેજમાં અભ્યાસ કરતા ઠાકોર વિધાર્થી ઉપર જીવલેણ હુમલાના મામલે આઠ દિવસ બાદ પણ નાસતા ફરતા આરોપીઓ પોલીસની પકડથી દુર હોવાના લીધે ઠાકોર ક્ષત્રિય સેનાના ૩૦૦થી વધારે યુવાનો ભેગા મળી કડી પોલીસ મથકે સવારે ૧૧:૦૦ કલાકે ધરણા કરતા કડી પોલીસ સમયસર યોગ્ય જવાબ ન આપતા મામલો ગરમાયો હતો.જેમાં કેટલાક તોફાની તત્વો ભળી જતા શહેરમાં ચોક્કસ ઇસમોની લારી ગલ્લાઓ તોડફોડ કરતા શહેરમાં ફફડાટ ફેલાયો હતો.જેના પગલે જિલ્લાનો પોલીસ કાફલો કડી ખાતે ખડકી મામલે ઠાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા.

કડી શહેરની કોલેજમાં અભ્યાસ કરતા ઠાકોર વિધાર્થી ઉપર નવ દિવસ અગાઉ રબારી વિધાર્થીઓ દ્વારા થયેલ જીવલેણ હુમલામાં ઠાકોર વિધાર્થીની હાલત નાજુક છે જ્ેમાં કડી પોલીસે હુમલામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી સબ જેલ હવાલે કર્યા છે.કડી ઠાકોર  ક્ષત્રિય સેનાના યુવાનો દ્વારા બુધવારે કડી મામલતદાર,કડી પોલીસ અને કલેકટર ખાતે આવેદનપત્ર આપી ચોવિસ કલાકમાં ભાગતા ફરતા આરોપીઓ પકડવા જણાવ્યું હતુ અને આરોપીઓ પકડવામાં નહી આવે તો ગુરુવારે કડી પોલીસ મથકે ધરણા કરવાની ચિમક્ી આપી હતી.જેના અનુસંધાને ૩૦૦થી વધારે ઠાકોર ક્ષત્રિય સેનના યુવાનો ભેગા મળી ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકે કડી પોલીસ મથકે પહોંચી ધરણા કર્યા હતા.જેમાં તાલુકા ડેલિકેટ સોમાજી ઠાકોર,ઠાકોર ક્ષત્રિય સેનાના કાર્યકર ઇન્દ્રજીત ઠાકોર સહિતના આગેવાનોએ કડી પોલીસ મથકે ઠાકોર વિધાર્થી ઉપર હુમલાના કેસમાં ભાગતા ફરતા આરોપીઓ પકડવા રજુઆતો કરવામાં આવી હતી અને કાસ્વાના ગોગા મહારાજ મંદિરના ભુવાજી રાજા ભગત તથા રાયમલ ભાઇને પુછપરછ માટે પકડી લાવી નાસતા ફરતા આરોપી બાબતે તપાસ કરવા રજુઆતો કરવા છતાં કડી પોલીસ તરફ જોઇએ તે પ્રમાણે સહકાર ન મળતા મામલો ગરમાયો હતો અને તેમાં કેટલાક તોફાની તત્વો ભળી જતા શહેરમાં શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી.જેના પગલે મહેસાણા ડીવાએસપી મંજીતા વણઝારા,એલસીબી સહિત બાવલુ,નંદાસણ,લાંઘણજ પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો.જોકે તોફાને ચડેલા કેટલાક ટોળાઓએ ચોક્કસ સમાજના લારી ગલ્લાઓને નિશાન બનાવી તોડફોડ કરતા શહેરમાં ભયનો મહોલ છવાઇ જવા પામ્યો હતો.છેવટે જિલ્લા પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા  તોફાની તત્વોને પકડવા રિતસર દોડ મુકતા નાસભાગ મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છેકે ઠાકોર ક્ષત્રિય સેનાના ૩૦૦થી વધારે યુવાનો સવારે ૧૧:૦૦ કલાકે કડી પોલીસ મથકે આવી શંાતિપુર્ણ વાતાવરણમાં ધરણા ઉપર બેઠા હતા પરંતુ પોલીસ દ્વારા સમયસર યોગ્ય સહયોગ ન મળતા મામલો ગરમાયો હતો.

નાસતા ફરતા આરોપી પકડવા મુદ્દે ઠાકોર ક્ષત્રિય સેનાની ઉગ્ર માંગ

ઠાકોર વિધાર્થી ઉપર હુમલાના મામલે કડી પોલીસે ત્રણ આરોપીઓ પકડી સબ જેલ હવાલે કર્યા છે.વિધાર્થી  ઉપર હુમલાના આઠ દિવસ વિત હોવા છતાં કેટલાક આરોપીઓ નાસતા ફરતા હોવાથી તેમને પકડવાની ઉગ્ર માંગ ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા કરવામાં આવી રહી છે.

મહેસાણા ડીવાએસપી સહિત જિલ્લા પોલીસ કાફલો કડી ખાતે ખડાકાયો

ઠાકોર ક્ષત્રિય સેનાના યુવાનો કડી પોલીસ મથકે ધરણા કરતા નાસતા ફરતા આરોપી પકડવા મુદ્દે ચર્ચાનો કોઇ નિકા ન આવતા મામલો ગરમાયો હતો.જેના પગલે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારા સહિત જિલ્લાની એજન્સીઓ સાથે પોલીસ કાફલો કડી ખાતે ખડકી દેવામાં આવયો હતો.

કડી શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરાયા : ટાયરો સળગાવાયા

કડી શહેરમાં ઠાકોર ક્ષત્રિય સેનાના યુવાનો દ્વારા કડી પોલીસ મથકે ધરણા બાદ મામલો ગરમાતા ઠાકોર ક્ષત્રિય સેનાના કેટક્ષ્લાક યુવાનો દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચક્કાજામ કરી રસ્તાઓ બંધ કર્યા હતા અને ઠેર ઠેર ટાયરો સળગાવી નાસતા ફરતા આરોપીઓ પકડવાની જીદે ચડી તંત્ર વિરુધ્ધ બાયો ચડાવી હતી.

ઠાકોર ક્ષત્રિય સેનાના ધરણા કાર્યક્રમમાં તોફાની તત્ત્વો ભળી જતા મામલો ગરમાયો

ઠાકોર ક્ષત્રિય સેનાના ૩૦૦થી વધારે યુવાનો શાંતિપુર્ણ વાતાવરણમાં કડી પોલીસ મથકે નાસતા ફરતા આરોપીપકડવા મુદ્દે રજુઆતો કરવા જતા પોલીસ સમયસર મુદ્દો ટેકલ કરી ન શકતા બપોરે મામલો ગરમાયો હતો અને ટોળામાં કેટલાક તોફાની તત્વો ભળી જતા ચોક્કસ ઇસમોની લારી ગલ્લાઓ ઉપર તોડફોડ કરતા તંગદીલી ફેલાઇ જવા પામી હતી.