કડી : ત્રણ મિત્રોએ નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગ થતા સારવાર લેવાઇ - Sandesh
  • Home
  • Mehsana
  • કડી : ત્રણ મિત્રોએ નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગ થતા સારવાર લેવાઇ

કડી : ત્રણ મિત્રોએ નાસ્તો કર્યા બાદ ફૂડ પોઇઝનિંગ થતા સારવાર લેવાઇ

 | 12:52 am IST

। કડી ।

કડીની ભાગ્યોદય ચોકડી ઉપર મંગળવારે રાત્રે ત્રણ મિત્રોએ સમોસાનો નાસ્તો કર્યો હતો અને નાસ્તો કર્યા બાદ એક મિત્રના પેટમાં દુખાવો ઉપડતા ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.સારવાર દરમ્યાન સ્થળ પરના તબીબે ફુડ પોઇઝનીંગની અસર થઇ હોવાથી સારવાર કરવામાં આવી હતી. આ બનાવના પગલે જાગૃત નાગરિક દ્વારા કડી નગરપાલિકામાં લેખિતમાં અરજી કરી કડી ભાગ્યોદય ચોકડી ઉપર પાણીપુરી,સમોસા સહિતની લારી-ગલ્લાઓ તથા કડી શહેરની ખાધ પદાર્થોની ભેળસેળ મામલે તપાસ કરી લોકોના સ્વસ્થ સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાયદેસરના પગલા લેવાની માંગ કરવામાં આવી છે.ખાધ પદાર્થોમાં ભેળસેળ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતા ખાણીપીણીવાળાઓ ઉપર પગલા લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

કડી ત્રણેય મિત્રોએ રાત્રી દરમ્યાન સારવાર લીધેલ તે તબીબ  રાત્રી ડયુટી કરતા હોવાથી તેમનો સંપર્ક થઇ શક્યો ન  હતો.પરંતુ ભાગ્યોદય હોસ્પિટલના તબીબ ર્ડો.ગાંધીના જણાવ્યા  અનુસાર ત્રણેય મિત્રો બહારથી સમોસા ખાધા પછી પેટમાં  દુખવા અને ઝાડા,ઉલટીની તકલીફના કારણે હોસ્પિટલ ખાતે સારવાર  હેઠળ આવ્યા હતા.જેમાં એક મિત્રને ઝાડા,ઉલટીની તકલીફ વધારે  હતી.બીજા મિત્રોને અસર ઓછી હતી.જેથી ખાવામાં કોઇ તકલીફ  હોવાથી આવો પ્રોબલેમ થઇ શકે છે.ચોક્ક્સ કયુ ફુડ પોઇઝનીંગ  હતુ તે કહી શકાય નહી.

ચીફ ઓફિસર શું કહે છે ? 

કડી પાલિકા ચિફ ઓફિસર અલ્પેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર ખાણીપીણીની ચિજ વસ્તુઓ ઉપર પાલિકા દ્વારા વારંવાર ચકાસણી હાથ ધરવામાં આવે છે. આગામી સમયમાં પણ ચકાસણી હાથ ધરી ભેળસેળ યુક્ત કે અખાધ્ય ચિજ વસ્તુઓ મળી આવશે તો તેનો નાશ કરી તેમના વિરૂધ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.