કડી શહેરમાં ગેરકાયદેસર નળ કનેક્શનોનો રાફડો : ૪૫૦થી વધુ જોડાણ મળી આવ્યા - Sandesh
  • Home
  • Mehsana
  • કડી શહેરમાં ગેરકાયદેસર નળ કનેક્શનોનો રાફડો : ૪૫૦થી વધુ જોડાણ મળી આવ્યા

કડી શહેરમાં ગેરકાયદેસર નળ કનેક્શનોનો રાફડો : ૪૫૦થી વધુ જોડાણ મળી આવ્યા

 | 6:31 am IST

। કડી ।

કડી નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે ત્યારે બાકી વેરા ધારકો સામે લાલ આંખ કરી દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.ત્યારે સાથે સાથે કડી શહેરમાં નગરપાલિકાની પાણીની લાઇનમાં બીનઅધિકૃત રીતે પાણીના જોડાણ કરી ગેરકાયદેસર પાણી ખેંચતા ૪૫૦થી વધુ નળ કનેકશન ઝડપી લઇ તેમની પાસેથી વેરા વસુલવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૫૨ જેટલા ગેરકાયદેસર પાણી કનેકશન ધરાવતા શખ્શો પાસેથી વહીવટી ચાર્જ પેટે રુ.૮.૫૦ લાખ વસુલ કરવામાં આવ્યા હતા.કડી પાલિકા આગામી સમયમાં બીજા ગેરકાયદેસર નળ કનેકશન સાથે પાણીના સીધા કનેકશનમાં સેીધુ મોટર જોડાણ કરનાર શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કડી પાલિકાએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહયો છે.જેના અનુસંધાને કડી પાલિકા ચિફ ઓફિસર નરેશભાઇ પટેલ,ચીફ સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્ય દ્વારા ૫૦ માઇક્રોનથી હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં દરોડા પાડી ૩૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરી તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.ત્યારે બીજી તરફ કડી નગરપાલિકા પ્રમુખ શારદાબેન પટેલ સહિત નગરપાલિકા ટેક્ષ વિભાગના સુપ્રિ.શેલેષભાઇ પટેલ તેમની ટીમ દ્વારા ચાલુ હિસાબી વર્ષના અંતે વધુમાં વધુ વેરા વસુલવાની કામગીરી ચાલી રહે છે અને અત્યાર સુધીમાં કડી પાલિકાએ ૬૩ % સુધીનો વેરો વસુલ કરી ચુકી છે.

નળ કનેકશનમાં પાલિકાએ કઇ રીતે કાર્યવાહી હાથ ધરી

કડી નગરપાલિકા ચિફ ઓફિસર નરેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર કડી શહેરના તમામ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી સર્વે હાથ ધરતાપાલિકાની પાણીની લાઇનમાં ૪૫૦ જેટલા ગેરકાયદેસર નળ કનેકશન ઝડપાયા.જેમાં કડી નગરપાલિકાએ નવિન સોસાયટીઓમાં બાંધકામ થયાના સમયથી આજદિન સુધી દંડ વસુલ કર્યો.જ્યારે જુના વિસ્તારો જેમાં વર્ષોથી લોકો વસવાટ કરે છે તેમાં સમયમર્યાદા નક્કી કરી ચોક્કસ દંડની રકમ નક્કી કરવામાં આવી.

કડીના તમામ વિસ્તારોમાં છેલ્લા બે માસ સર્વે કરાયો

કડી નગરપાલિકા ચિફ ઓફિસર નરેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર કડી શહેરના તમામ વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.જેના પગલે શહેરના અલગ-અલગ વિસ્તારોની પાલિકાની પાણીની લાઇનમાં ૪૫૦ જેટલા ગેરકાયદેસર નળ કનેકશન ઝડપી પાડવમાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;