lion chases tourist vehicle at atal bihari vajpayee zoological park
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જંગલમાં ફરી રહ્યા હતા લોકો, સિંહ સફારી પાછળ એવો દોડ્યો કે બધાનો શ્વાસ અધ્ધર થઈ ગયો

VIDEO: જંગલમાં ફરી રહ્યા હતા લોકો, સિંહ સફારી પાછળ એવો દોડ્યો કે બધાનો શ્વાસ અધ્ધર થઈ ગયો

 | 6:47 pm IST

જો તમે પણ જંગલમાં પ્રવાસ કરવાનાં શોખીન હોય તો આ વીડિયો ખાસ જોજો. કારણ કે બની શકે કે તમારી સાથે પણ આવું થાય. કેટલાક પર્યટકો કર્ણાટકમા બેલ્લારી સ્થિત અટલ બિહારી વાજપેયી જુલોજિકલ પાર્ક ગયા હતાં અને અચાનક જ ત્યાં પાછળ સિંહ પડ્યો હતો.

આ વીડિયો કારમાં બેઠેલા એક પર્યટકે ઉતારી લીધો હતો. કે જેમાં જોઈ શકાય છે કે એક સિંહ ગાડી પાછળ દોડતો આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફારી ગાડી પાછળ સિંહ દોડતો જોવા મળી રહ્યો છે. એક સમય એવો પણ આવે છે કે ત્યારે સિંહ ગાડીની પાસે પહોંચી જ જવાનો હતો અને ડ્રાઈવરે અચાનક સ્પીડ વધારી દીધી તેથી બચી ગયાં.

જો કે આ કોઈ પહેલો કેસ નથી કે જ્યારે કોઈ ગાડી પાછળ સિંહ દોડ્યો હોય. કેટલાક મહિના પહેલા પણ એક વીડિયો બહાર આવ્યો હતો કે જેમાં કંઈક આવો જ સીન થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન