NIFTY 10,303.15 -47.00  |  SENSEX 33,218.81 +-151.95  |  USD 64.9500 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકોટ ઝૂ માં સિંહના પાંજરાને તાળું મારતા ભૂલાઇ ગયું, જાણો પછી શું થયું….

રાજકોટ ઝૂ માં સિંહના પાંજરાને તાળું મારતા ભૂલાઇ ગયું, જાણો પછી શું થયું….

 | 2:33 pm IST

આજે સવારે રાજકોટના પ્રાણીસંગ્રહાલય (ઝૂ)માં મોટી દુર્ઘટના થતા બચી ગઇ હતી. રાજકોટ ઝૂમાં સિંહના પાંજરાને તાળું મારવાનું ભૂલાઈ જતાં સિંહે 15 મિનિટ સુધી બહાર આંટાફેરા કર્યા હતા. જો સિંહ સહેજ પણ રસ્તો ભૂલો પડ્યો હોત તો મોટી દુર્ઘટના બની શકત અને લોકોમાં ભયનો માહોલ ફેલાય જાત.

મળતી માહિતી પ્રમાણે પ્રદ્યુમન પાર્કના ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ હિરપરાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સવારે નિત્યક્રમ મુજબ એનિમલ કિપર સિંહને પાંજરામાં જમવાનું મૂકવા ગયો હતો. કોઇ કારણોસર પાંજરાને તાળું મારતા ભૂલી ગયો હતો. આ ઘટના ચોક્કસ ગંભીર કહી શકાય. જો કે આ સિંહ આ જ ઝૂ માં જન્મેલો હોવાથી તેને પાંજરાની આજુબાજુ જ આંટા માર્યા હતા. ત્યાં સુધીમાં સ્ટાફના ધ્યાનમાં આવી ગયું હતું. ત્યારબાદ પોતે જ પાંજરામાં જતો રહ્યો હતો અને ફરી તાળું લગાવી દેવાયું હતું.

ત્રણ વર્ષના આ સિંહનો જન્મ પ્રદ્યુમન પાર્કમાં થયો હતો અને તેનું નામ હરિવંશ રાખવામાં આવ્યું હતું. એનિમલ કિપરે સિંહ અંદર જતો રહ્યા બાદ ફરી તાળું મારી દીધું હતું. એકદંરે આજે મોટી ઘટના બનતા અટકી હતી.