લાયોનલ મેસ્સી, માન્ચેસ્ટર સિટીના મેનેજર ગોર્ડિઓલાએ આઠ-આઠ કરોડ ફંડમાં આપ્યા - Sandesh
  • Home
  • Sports
  • Football
  • લાયોનલ મેસ્સી, માન્ચેસ્ટર સિટીના મેનેજર ગોર્ડિઓલાએ આઠ-આઠ કરોડ ફંડમાં આપ્યા

લાયોનલ મેસ્સી, માન્ચેસ્ટર સિટીના મેનેજર ગોર્ડિઓલાએ આઠ-આઠ કરોડ ફંડમાં આપ્યા

 | 2:13 am IST

। બાર્સેલોના ।

સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનાના સ્ટાર ફોરવર્ડ લાયોનલ મેસ્સી તથા માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગોર્ડિઓલાએ કોરોના વાઇરસ સામે લડત આપવા માટે ૧૦ લાખ યૂરો ડોલર્સ એટલે કે આઠ કરોડ ૨૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

આર્જેન્ટિનાના આ ખેલાડીની રકમને બાર્સેલોના ખાતે હોસ્પિટલ ક્લિનિક તથા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. હોસ્પિટલ ક્લિનિકે ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે મેસ્સીએ ક્લિનિકને કોરોના વાઇરસ સામે લડત આપવા માટે મદદ કરી છે. તમારી પ્રતિબદ્ધતા તથા મદદ માટે તમારો ઘણો આભાર. બીજી તરફ બાર્સેલોનાના ભૂતપૂર્વ ખેલાડી તથા મેનેજર રહી ચૂકેલા ગોર્ડિઓલાએ પણ લાયોનલ મેસ્સી જેટલી જ રકમનું ડોનેશન કર્યું છે. તેમણે એન્જલ સોલર ડેનિયલ ફાઉન્ડેશન તથા બાર્સેલોના મેડિકલ કોલેજ દ્વારા લોન્ચ કરવામાં આવેલા અભિયાનમાં આ રકમનું દાન કર્યું છે. નોંધનીય છે કે ઇટાલી બાદ સ્પેનમાં કોરોના વાઇરસની ઇમ્પેક્ટ સૌથી વધારે છે.  લાયોનલ મેસ્સી ઉપરાંત પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તથા તેના એજન્ટે એક કેર યુનિટને પોર્ટોના સાંતો એન્ટોનિયો હોસ્પિટલ ખાતે તથા અન્ય બે યુનિટ લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાં મૂક્યા છે. રોનાલ્ડોએ પોર્ટુગલમાં પોતાની બે હોટેલને અસ્થાયી હોસ્પિટલમાં ફેરવી દીધી છે. તેણે લિસ્બન તથા ફુંચાલ ખાતે પોતાની બંને સીઆર૭ હોટેલને હોસ્પિટલમાં ફેરવી દીધી છે. અહીં કોરોના વાઇરસથી પીડિત લોકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. આ સાથે તબીબો તથા સ્ટાફ નર્સની સેલેરી પણ રોનાલ્ડોનું ફાઉન્ડેશન આપશે. દર્દીઓ તથા મેડિકલ સ્ટાફના રહેવા, આવનજાવન, ખાવાપીવાના તથા દવાઓનો પૂરો ખર્ચ ફાઉન્ડેશન જ ઉઠાવશે. રોનાલ્ડોની આ બંને હોટેલ ફોર સ્ટાર છે. લિસ્બનમાં એક રાત્રી રોકાવાનું પેકેજ ૧૮ હજાર તથા ફુંચાલની હોટેલમાં એક રાતનું ભાડું ૧૫ હજાર રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન