ગુઆર્ડિયોલાએ કહ્યું- રોનાલ્ડો કરતાં મેસ્સી ઘણો સારો ખેલાડી, ઉભો થયો વિવાદ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • ગુઆર્ડિયોલાએ કહ્યું- રોનાલ્ડો કરતાં મેસ્સી ઘણો સારો ખેલાડી, ઉભો થયો વિવાદ

ગુઆર્ડિયોલાએ કહ્યું- રોનાલ્ડો કરતાં મેસ્સી ઘણો સારો ખેલાડી, ઉભો થયો વિવાદ

 | 9:11 pm IST

ઇંગ્લિશ પ્રીમિયર ક્લબ માન્ચેસ્ટર સિટીના મેનેજર પેપ ગુઆર્ડિયોલા એ વિશ્વના બે સ્ટાર ફૂટબોલરોની શ્રેષ્ઠતા મામલે પોતાનું નિવેદન આપી નવો વિવાદ છેડયો છે. ગુઆર્ડિયોલાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આર્જેન્ટિનાના સ્ટ્રાઇકર લિયોનેલ મેસ્સી રિયલ મેડ્રિડ ક્લબ તરફથી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કરતાં ઘણો સારો ખેલાડી છે.

ગુઆર્ડિયોલા એ કહ્યું કે, મેસ્સી શ્રેષ્ઠ ખેલાડી છે. તે જાણે છે કે, ફૂટબોલ કેવી રીતે રમાય છે. ગોલ કેમ કરાય છે અને બીજા ખેલાડીઓને કેવી રીતે તક અપાય છે. તે હંમેશાં યોગ્ય જગ્યાએ હોય છે. તે તમામ ખેલાડીઓનું સન્માન કરે છે. રોનાલ્ડો આ વખતે બેલોન ડી ઓરનો એવોર્ડ જીત્યો છે તેને શુભકામના પરંતુ મારા મતે તેને મેસ્સીનું લેવલ સૌથી અલગ છે.

guardiola-manchester-city-pep_3408830

ઉલ્લેખનીય છે કે, રોનાલ્ડોએ આ વર્ષે બેલોન ડી ઓરનો એવોર્ડ જીત્યો હતો અને આ એવોર્ડ તેણે ચોથી વખત મેળવ્યો હતો. જો કે, મેસ્સી આ એવોર્ડ પાંચ વખત જીતી ચૂક્યો છે. રોનાલ્ડો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે અને તેણે રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બનાવી હતી તેમજ પોર્ટુગલને પ્રથમ વખત યૂરો કપનું ટાઇટલ અપાવ્યું હતું. તેમ છતાં ગુઆર્ડિયોલા નું માનવું છે કે, રોનાલ્ડોને હજુ મેસ્સીથી આગળ નીકળવામાં ઘણો સમય લાગશે.