સાવરકુંડલાના ઘોબા નજીક આ સિંહણના મેટિંગ પિરિયડથી સિંહપ્રેમીઓમાં આશ્રર્ય - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સાવરકુંડલાના ઘોબા નજીક આ સિંહણના મેટિંગ પિરિયડથી સિંહપ્રેમીઓમાં આશ્રર્ય

સાવરકુંડલાના ઘોબા નજીક આ સિંહણના મેટિંગ પિરિયડથી સિંહપ્રેમીઓમાં આશ્રર્ય

 | 10:44 pm IST
  • Share

સાવરકુંડલાના ઘોબા ગામ નજીક રેન્જ વિસ્તારમાં હાલ સિંહોને લગતો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અહી એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગ પીરીયડમાં અલગ અલગ સિંહો સાથે મેટિંગ મનાવી રહી છે, સામાન્ય રીતે સિંહોનું મેટિંગ 4 થી 5 દિવસનું હોય છે પરંતુ આ વિસ્તારની એક સિંહણ છેલ્લા 2 મહિનાથી સતત મેટિંગમાં હોય જેથી સિંહ પ્રેમીઓમાં અચરજ ફેલાયું છે

મળતી વિગત મુજબ સાવરકુંડલા તાલુકાના ઘોબા પીપરડી અને ફીફાદ ગામની સીમમાં એક સિંહણ એ સિંહ પ્રેમીઓને અચંબામાં મૂકી દીધા છે અહી 15થી વધુ સિંહોનો કાયમી વસવાટ છે જેમાં એક સિંહણ છેલ્લા બે મહિના ઉપર થી સતત મેટિંગ પીરીયડ મનાવી રહી છે સામાન્ય રીતે સિંહોનો મેટિંગ પીરીયડ 4 થી 5 દિવસનો જ હોય છે જે મેટિંગ પૂર્ણ થતા સિંહ સિહણ અલગ થઇ જતા હોય છે. 120 દિવસ બાદ તે સિંહણ નાના નાના સિંહ બાળને જન્મ આપે છે. ત્યારે આ સિંહણ અહી છેલ્લા 2 મહિનાથી સતત અલગ અલગ સિંહો સાથે સતત મેટિંગ કરી રહી છે. સિંહો પાંચ દિવસ પૂર્ણ મેટિંગ કરી જતા રહે છે. બીજા વિસ્તારના સિંહો તરતજ આવી તુરંત જ આ સિંહણ સાથે મેટિંગ ચાલુ કરી દે છે ત્યારે આ આ સિંહણમાં કોઈ જીનેટિક ફેરફાર થયો હોય તેવું ફલિત થાય છે.

lioness in meting 1

પર્યાવરણવિદ અને સિંહોના સંશોધક પરાગ ભાઈ ત્રિવેદીના મતે આ સિંહણ વાંજણી હોય શકે જેને ગુજરાતી માં વરોળ શબ્દ વાપરવામાં આવે છે આ વરોળ સિંહણને બાળકો ન થતા હોવાથી તે સતત મેટિંગ અલગ અલગ સિંહો પાસે કરાવે છે. જે આ સિંહણનો શારીરિક ફેરફાર હોય શકે છે અથવા કોઈ હોર્મોન્સનો ફેરફાર પણ આ સિંહણને હોય શકે છે. જે તપાસનો વિષય પણ વન વિભાગ માટે છે. આ સિંહણ અંગે તપાસ થાય તે પણ જરૂરી છે ત્યારે હાલ લોકોના કુતુહુલ વચ્ચે આ સિંહણ છેલ્લા બે મહિના ઉપરથી સતત મેટિંગ પીરીયડ મનાવી રહી
છે જે ઘોબાના રેન્જ વિસ્તારમાં સતત નજરે ચડે છે.

Lioness in metingLioness in meting lioness inmetingLioness in meting 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન