Lioness with her cubs crossing the river, video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ગીરના જંગલમાં સિંહણની મમતા અને પ્રેમ જોઈ તમે પણ ભાવુક થઈ જશો, જુઓ વાયરલ Video

ગીરના જંગલમાં સિંહણની મમતા અને પ્રેમ જોઈ તમે પણ ભાવુક થઈ જશો, જુઓ વાયરલ Video

 | 6:10 pm IST

એક સિંહણ અને તેના બચ્ચાંઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ દરેક વ્યક્તિના મોઢા પર મુસકાન આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો ગીરના જંગલોનો છે. જ્યાં એક સિંહનું પરિવાર નદી પાર કરતા નજરે આવી રહ્યું છે.

સિંહ, સિંહણ અને તેના કેટલાક બચ્ચાં નદીને પોતાના દમ પર પાર કરી લે છે પરંતુ એક બચ્ચું નદી પાર કરતા ડરે છે અને ઘણીવાર કોશિશ કરવા છતાં તે નદી પાર કરી શકતું નથી. આ જોઈ સિંહણ એ બચ્ચાની નજીક જાય છે અને તેને ઉઠાવી નદી પાર કરે છે. સિંહણના પરિવારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો સિંહણના માતૃત્વ પ્રેમ, વાત્સલ્ય, મમતા અને પ્રેમની અમૃતધારાને બિરદાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન