સિંહ આસન કરવાથી અનેક રોગોમાં રાહત મળે છે - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • સિંહ આસન કરવાથી અનેક રોગોમાં રાહત મળે છે

સિંહ આસન કરવાથી અનેક રોગોમાં રાહત મળે છે

 | 1:13 am IST

સિંહ આસન ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ આસન કરતી વખતે સિંહની જેમ ગર્જના કરવી પડે છે, એટલે આ આસનને એકાંત અને શાંત સ્થળે બેસીને કરવું જોઇએ. તેને કરવા માટે પગને ઘૂંટણમાંથી વાળીને આગળની તરફ કરો. ત્યારબાદ એડી પર બેસીને આગળ તરફ નમો અને બંને હાથને ઘૂંટણોની વચ્ચે આંગળીઓને અંદરની તરફ હથેળીઓને જમીન પર ટેકવીને રાખો.

હકલાવવાની સમસ્યા દૂર થાય છે

કેટલાક લોકો બાળપણથી જ હકલાય છે. ઘણી વખત આ સમસ્યા સમયની સાથે દૂર થઇ જાય છે, પરંતુ એવું પણ બને છે, આ સમસ્યા હંમેશાં માટે પીડા આપનારી બને છે. સિંહ આસન કરવાથી હકલાહટ દૂર થાય છે, આ આસન કરવામાં સિંહની જેમ ગર્જના કરવાની હોય છે, તેથી જે અવાજ દબાઇ અને હકલાવવાની સમસ્યા ઉદ્દભવતી હોય છે, તે શબ્દો સ્પષ્ટ રીતે જ બોલી શકાય છે.

ગળાની ટોન્સિલ દૂર કરે છે

જો ગળામાં ટોન્સિલ થઇ ગયા હોય તો તે ઘણી પીડા આપે છે, ટોન્સિલથી બચવા માટે તમારે સિંહ આસન કરો.

ભય દૂર થાય છે

જો તમને એકલામાં અથવા કોઇ વાતનો ડર લાગતો હોય કે નાની-નાની વાતોથી ડરી જતા હોવ તો તમારે સિંહ આસન કરવું જોઇએ તેનાથી મન શાંત થાય છે અને ભય દૂર થશે.

ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે

જો તમારી વધતી ઉંમરની સાથે તમારા ચહેરા પર કરચલીઓ પડવા લાગી છે તો તમને તેનાથી ઘણો આરામ મળશે. આ આસન દરરોજ કરવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થશે.

થાઇરોઇડમાં રાહત

થાઇરોઇડ જેવી બીમારીમાં સિંહઆસન કરવાથી રાહત થશે, આ ઉપરાંત ગળાને લગતી કોઇપણ પ્રકારની સમસ્યા હશે તે પણ દૂર થશે.

શરીરના દરેક અંગ યોગ્ય રીતે કામ કરે છે

શરીરના મહત્ત્વપૂર્ણ અંગોને યોગ્ય રીતે કામ કરવા માટે આગળ કરે છે. આમાશય, નાના આંતરડા, મોટા આંતરડા, કાળજુ વગેરે સાફ થાય છે, અને પોતાનું યોગ્ય રીતે કામ કરે છે.

આંખ-કાન સશક્ત થાય છે

સિંહ આસનને રોજ કરવાથી તમારા આંખ અને કાન બંનેને ફાયદો થાય છે, તેનાથી આંખ, નાક, કાન, જીભ વગેરે પુષ્ટ થાય છે અને જીભ, તાળવું અને દાંતના જડબા સશક્ત થાય છે.