અમરેલીના ખાંભામાં સિંહ બેલડીનું શાહી સ્નાન, જોઇ લો વીડિયો - Sandesh
  • Home
  • Videos
  • અમરેલીના ખાંભામાં સિંહ બેલડીનું શાહી સ્નાન, જોઇ લો વીડિયો

અમરેલીના ખાંભામાં સિંહ બેલડીનું શાહી સ્નાન, જોઇ લો વીડિયો

 | 4:44 pm IST

જૂનાગઢના સિંહ સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે, દેશ-વિદેશથી લોકો અહિંયા સિંહ દર્શન કરવા માટે આવે છે. પરંતુ જુનાગઢના લોકો માટે સિંહ દર્શન એક સામાન્ય વાત છે. અહિંના લોકો અવારનવાર સિંહોના અજીબોગરીબ તેમજ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે અને તે વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રહે છે. આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમા અમરેલીના ખાંભામાં સિંહ બેલડીનું શાહી સ્નાન નજર આવી રહ્યું છે. આ વીડિયોમાં રેવન્યુ વિસ્તારમાં વરસાદમાં સિંહ બેલડી જોવા મળી છે.