હોઠની આસપાસ સફેદ ફોલ્લીઓ થાય છે - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • હોઠની આસપાસ સફેદ ફોલ્લીઓ થાય છે

હોઠની આસપાસ સફેદ ફોલ્લીઓ થાય છે

 | 12:07 am IST

બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી

પ્રશ્ન– હું એક વર્કિંગ વુમન છું. મને કામના કારણે કોઈ વાર પાર્લરમાં જવાનો સમય મળતો નથી. જેના કારણે ફેસિયલ કરાવી શકતી નથી. અને ચહેરો ગંદો દેખાય છે. તો ચહેરો સાફ રાખવા માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર જણાવો?

જવાબ– ઘરેલુ ઉપચારમાં તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તમે ગુલાબજળ ૨ ચમચી લો અને તેમાં ૧ ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી ફાયદો થશે.

બીજું તમે ટામેટાનો ઉપયોગ કરીને પણ ચહેરા પર ચમક લાવી શકો છો. ટામેટાનો પલ્પ કાઢો તેનું પ્રમાણ ૧ ચમચી જેટલું રાખો. અને તેમાં ૨-૩ ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. તેને ગરદન અને ચહેરા પર લગાવવાથી શુષ્ક ત્વચા પર ગ્લો આવશે.

પ્રશ્ન– નમસ્તે મારા મારી ઉંમર ૧૮ વર્ષની છે. મારા હોઠની આસપાસ થોડા સમય પહેલાં જ સફેદ ફોલ્લીઓ થવા લાગી છે. તો તેને દૂર કરવાનો કોઈ ઘરેલુ ઉપચાર જણાવવા વિનંતી?

જવાબ– તમે લસણનો ઉપયોગ કરી શકો છો. લસણમાં લવિંગ વાટીને તેમાં બદામનું તેલ મિશ્ર કરી હોઠની આસપાસ લગાવવું. થોડી વાર બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખવું આવું અઠવાડિયામાં એક વાર કરવું. એ ઉપરાંત તમે ઓલિવ ઓઈલ અને નાળિયેરના તેલનો પર ઉપયોગ કરી શકો. તેલ લગાવ્યા બાદ તમારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરવો. જેથી ધીરેધીરે ફોલ્લી ઓછી થતી જણાશે.

પ્રશ્ન – મારી ઉંમર ૩૮ વર્ષ છે, હું પહેલેથી મારી ત્વચાનું ખૂબ જ  ધ્યાન રાખું છું. થોડા સમય પહેલાં મારી બ્યુટીશિયને મને  આલ્ફા હાઇડ્રોક્સી એસિડ ફેસિયલ કરાવવાની સલાહ આપી હતી.  પરંતુ આ કેવું ફેસિયલ છે? તે મને જણાવો, મેં નામ પણ  પહેલી વખત સાંભળ્યું છે.

જવાબ– આલ્ફા હાઇડ્રોક્સી એસિડ ઊંડાણપૂર્વક ત્વચાને ટ્રીટ કરે  છે. તે એન્ટિ-એજિંગ છે. એટલે કે ઉંમરને છુપાવવાનું કામ કરે છે.  આ ફેસિયલ દ્વારા તમને યંગર લુક મળી શકે છે.