Lipstick has a lot of advantages, such as giving a sexy look
  • Home
  • Fashion & Beauty
  • સેક્સી લુક આપવાની સાથે લિપસ્ટિકના છે આટલા બધા ફાયદા, જાણો

સેક્સી લુક આપવાની સાથે લિપસ્ટિકના છે આટલા બધા ફાયદા, જાણો

 | 7:27 pm IST

લિપસ્ટિક આપણા હોઠની સુંદરતા વધારવાની સાથે ચહેરાને આકર્ષક લુક આપે છે. આજ કારણ છે કે એક્ષપર્ટ ફેસ અને સ્કિન અનુસાર લિપસ્ટિકનો શેડ પસંદ કરવાની સલાહ આપે છે. સાથે જ તે આ વાત પર પણ ભાર આપે છે કે લિપસ્ટિકમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે પણ ધ્યાનથી વાંચવું જોઇએ. જેથી તમારા હોઠ સ્વસ્થ અને મુલાયમ રહે.

– શુ તમે જાણો છો કે લિપસ્ટિક લગાવવાથી ઘણા ફાયદા થઇ શકે છે. જેમ, કે તે તમારા હોઠને યુવી રેજ કિરણથી બચાવવાની સાથે તેને મુલાયમ પણ બનાવે છે.
– લિપસ્ટિક તમારા લુકને ખૂબ બદલી લે છે. યોગ્ય શેડ પસંદ કરવા પર તે લિપ્સને ડિફાઇન કરે છે અને સ્માઇલને સુંદર બનાવે છે.
– એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લિપસ્ટિક લગાવનારી મહિલાઓ વધારે કોન્ફિડેન્ટ અને પાવરફુલ અનુભવ કરે છે. આવી મહિલાઓને વધારે એકટ્રેક્ટિવ પણ માનવામાં આવે છે.
– લિપસ્ટિકની મનોવૈજ્ઞાનિક અસર પણ હોય છે. તેને મૂડલ લિફ્ટરમાં માનવામાં આવે છે. સાથે જ લિપસ્ટિક મહિલાઓને વધારે સશક્ત પણ અનુભવ કરાવે છે. જે કઠિન – સમયમાંથી બહાર આવવામાં મદદ કરે છે.
– લિપસ્ટિક તમને સેક્સી લુક આપવામાં ખૂબ મદદ કરે છે. ડ્રેસની સાથે બ્રાઇટ કે બ્લડ રેડ કલરની લિપસ્ટિક બેસ્ટ લાગે છે.