Liquidity is no longer a big concern for the economy: Sitaram assured
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અર્થતંત્ર માટે હવે પ્રવાહિતા મોટી ચિંતા રહી નથી : સીતારામને આપી ખાતરી

અર્થતંત્ર માટે હવે પ્રવાહિતા મોટી ચિંતા રહી નથી : સીતારામને આપી ખાતરી

 | 7:30 am IST
  • Share

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવારે ઈન્ડિયા ઇન્કને ખાતરી આપતા જણાવ્યું હતું કે અર્થતંત્ર માટે હવે પ્રવાહિતા મોટી ચિંતા રહી નથી. દેશમાં બેંક-એનબીએફસી ચેનલને ખોલી નાખવામાં આવી છે અને 15 ઓક્ટોબરથી તેવા લોકો સુધી ઋણને પહોંચાડવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે જેમને તેની જરૃર છે. આ પગલાંથી તહેવારોની સિઝન દરમિયાન આર્થિક સુધારાને વેગ મળશે તથા નિકાસ જેવા ક્ષેત્રો માટે ધિરાણ ઉપલબ્ધ થાય તેની પણ ખાતરી કરશે.

ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામ 2019માં લોંચ કરવામાં આવેલા ક્રેડિટ આઉટરિચ પ્રોગ્રામની જેવો હોવાની શક્યતા છે, જેના હેઠળ બેન્કોએ 4૦૦ જિલ્લાઓમાં લોન મેળા યોજ્યા હતાં અને આશરે રૃ. 4.9 ટ્રિલિયન ડિસ્બર્સ કર્યા હોવાના અહેવાલો હતાં.

ચેન્નઇ ખાતે સીઆઈઆઈના પસંદગીના સભ્યોના જૂથને સંબોધન કરતાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર અને ઉદ્યોગ વચ્ચેનો વિશ્વાસ કોવિડ-19 રોગચાળાથી ઉત્પન્ન થયેલી તકોનો લાભ ઉઠાવવા માટે મહત્ત્વપૂર્ણ છે તેમણે સાતે આશ્વાસન આપ્યું હતું કે ડીએફઆઈ, નેશનલ બેન્ક ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ એન્ડ ડેવલપમેન્ટ ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ ભરોસો સરકારના કાર્યોમાં પણ દેખાઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન