liquor party During Sharad Poonam Garba At Anand Video Viral
  • Home
  • Featured
  • આણંદમાં માતાજીના ગરબામાં દારૂની છોળો ઉડાવનારા કોણ?

આણંદમાં માતાજીના ગરબામાં દારૂની છોળો ઉડાવનારા કોણ?

 | 10:39 pm IST
  • Share

  • વિદ્યાનગરની સોસાયટીમાં શરદ પૂનમની રાત્રે ગરબાનું આયોજન
  • ગરબાની ગરિમા લજવાઈ, કેટલાક શખ્સો હાથમાં દારૂના ગ્લાસ લઈને ગરબે ઘુમ્યા
  • સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર જ થતો હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડતા હોય, તેવા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો આણંદના વિદ્યાનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં માતાજીના ચાલુ ગરબામાં દારૂની છોળો ઉડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના વિદ્યાનગરમાં વૈભવ સિનેમા પાછળ આવેલી કલીકુંજ સોસાયટીમાં શરદ પૂનમની રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અહીં માતાજીના ગરબાની ગરિમા લજવાઈ હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં ચાલુ ગરબા દરમિયાન કેટલાક શખ્સો હાથમાં દારૂના ગ્લાસ લઈને ઝૂમતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો આણંદના વિદ્યાનગરમાં ટૉક ઑફ ધી ટાઉન બન્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક તરફ માતાજીના શેર ગરબામાં કેટલાક ખેલૈયાઓ હાથમાં ગ્લાસ લઈને દારૂની છોળો ઉડાવી રહ્યાં છે. એવામાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો