સુરતમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે દારૂ, જુઓ આ VIDEO - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે દારૂ, જુઓ આ VIDEO

સુરતમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે દારૂ, જુઓ આ VIDEO

 | 11:43 am IST

તાજેતરમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થયો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાના દ્રશ્યો આ વીડિયોમાં દેખાય છે. આ વીડિયો એટલો વાયરલ થયો કે શહેર પોલીસ કમિશનર સુધી પહોંચી ગયો હતો. વીડિયો ધ્યાનમાં આવતા પોલીસ કમિશનરે આદેશ આપ્યા બાદ બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અજાણ્યા સ્થાનિક શખ્સે રેકોર્ડ કરી વાયરલ કર્યો હતો. આ દારૂનો અડ્ડો લાભેશ્વર પોલીસ ચોકીની પાછળ જ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.