in new photos from beach holiday lisa haydon with son zack
  • Home
  • Featured
  • Photos: લીઝા હેડન પુત્ર સાથે માણી રહી છે ખાસ પળો, તસવીરો વાયરલ

Photos: લીઝા હેડન પુત્ર સાથે માણી રહી છે ખાસ પળો, તસવીરો વાયરલ

 | 2:10 pm IST

બોલીવુડની એકટ્રેસ લીઝા હેડન પોતાના પુત્ર જૈક લાલવાણી સાથે બીચ પર સમય વીતાવી રહી છે. પોતાના આ વેકેશનની તસવીરો લીઝાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં લીઝા અને તેના પુત્રની ક્યુટ કેમેસ્ટ્રી જોવા મળી હતી. લીઝા તસવીરોમાં ખુબજ આકર્ષક લાગતી હતી.

લીઝા હેડન પોતાની ફિટનેસને કારણે હંમેશા ચર્ચાઓમાં છવાયેલી રહે છે. આ સિવાય તે એટલી બીન્દાસ્ત છે કે પોતાના પુત્રને ફીડિંગ કરાવતા ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ માટે તે સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ થઈ હતી.

લીઝાએ ઓક્ટોબર 2016માં બોયફ્રેન્ડ ડીનો લાલવાણી સાથે લગ્ન કર્યા હતા. લાલવાણી એક બ્રિટિશ બિઝનેસમેન છે. બંનેનો એક પુત્ર છે. જેનું નામ જૈક લાલવાણી છે. લીઝાએ 17 મે 2017માં જૈકને જન્મ આપ્યો હતો.

લીઝા પોતાની પ્રેગ્નંસી દરમિયાન સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહી હતી. તેના આ ફોટાઓ પ્રશંસકોને ખુબજ પસંદ આવી રહ્યા છે. લીઝા એ દિલ હૈ મુશ્કીલ, આયેશા, હાઉસ ફુલ 3, અને ક્વીન જેવી ફિલ્મોમાં નજર આવી હતી. હાલ લીઝા તેના પુત્ર સાથે સમય વીતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન