List of Highest Paid Players of IPL
  • Home
  • Sports
  • Cricket
  • જાણો IPL માટે ધોની અને રોહિતને મળે છે કેટલા રૂપિયા, વિરાટની સેલરી છે બંને કરતાં વધારે

જાણો IPL માટે ધોની અને રોહિતને મળે છે કેટલા રૂપિયા, વિરાટની સેલરી છે બંને કરતાં વધારે

 | 5:19 pm IST

IPLની આગામી સિઝન માટે 8 ટીમોએ અનેક ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે. દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ એટલે કે IPLની આગામી સિઝન 2020માં થશે. આ પહેલાં ખેલાડીઓની ઓક્શનમાં બોલી બોલાશે. અને એ જ કારણ છે કે, ટીમોએ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા છે. પણ શું તમે જાણો છો કે, રોહિત શર્મા, ધોની અને વિરાટ કોહલીને કેટલી સેલરી મળે છે.

RCBનાં કેપ્ટન વિરાટ કોહલી, મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્મા અને ચેન્નાઈ સુપરકિંગ્સનાં કેપ્ટન ધોની કરતાં IPLમાં સૌથી વધારે સેલરી મેળવે છે. તેઓની આસપાસ પણ કોઈ ખેલાડી નથી. આ સેલરીની જાણકારી BCCIએ સાર્વજનિક કરી છે.

RCBને કેપ્ટન તરીકે એકપણ ટ્રોફી ન જીતાડનાર વિરાટ કોહલી આ લિગમાં સૌથી વધારે પૈસા લેનાર એકમાત્ર ખેલાડી છે. વિરાટને IPLની એક સિઝન માટે RCB તરફથી 17 કરોડ રૂપિયા મળે છે. તો મુંબઈ ઈન્ડિયન્સને સૌથી વધારે 4 વખત ટ્રોફી જીતાડનાર રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળે છે. તો ચેન્નાઈ સુપરકિંગ્સ પણ પોતાના કેપ્ટન એમએસ ધોનીને 15 કરોડ રૂપિયા આપે છે.

કેપ્ટનોને છોડી દેવામાં આવે તો ટીમ ઈન્ડિયામાં નિષ્ફળ નીવડેલ ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ તરફથી ધોની અને શર્મા જેટલી એટલે કે, 15 કરોડ રૂપિયાની રકમ મળે છે. જે બાદ સુનિલ નારેન, બેન સ્ટોક્સ, સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને 12.5 કરોડ રૂપિયા મળે છે. અને તે બાદ હાર્દિક પંડ્યા, સુરેશ રૈના, કેએલ રાહુલ, મનીષ પાંડે અને એબી ડિવિલિયર્સને 11-11 કરોડ રૂપિયા મળે છે.

આ વીડિયો પણ જુઓઃ

વડોદરામાં ગરીબ બાળકોના ભણતર સાથે ચેડાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન