Surat: List Of Students Who Dead In Surat Fire Incident
  • Home
  • Featured
  • સુરતની અભાગી આગ દુર્ઘટનાનાં મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી

સુરતની અભાગી આગ દુર્ઘટનાનાં મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી

 | 12:38 am IST

સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં કુલ 21 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. આ 21 વિદ્યાર્થીઓનાં મોતથી ભલભલા કઠણ હ્રદયનાં લોકોનાં હૈયા પણ કંપી ગયા છે. તો એક સાથે 21 ઘરોમાં માતમ છવાયો છે જ્યારે અન્ય લગભગ 19 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. આ દરમિયાન ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જોવા મળી છે અને લોકો ગેરકાયદેસર ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સંચાલકો સામે નારેબાજી કરાઈ રહી છે. પોલીસે આ દુર્ઘટનાને લઇને ટ્યુશન ક્લાસિસ અને બિલ્ડર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આગ લાગ્યા બાદ 16 વિદ્યાર્થીઓ જીવતા ભુંજાયા હતા. તો લગભગ 28 વિદ્યાર્તીઓએ ચોથા માળેથી ભૂસકો માર્યો હતો જેમાં 3 જેટલા વિદ્યાર્થીઓનાં મોત થયા છે. જો કે હવે જોવું રહ્યું કે જે પણ જવાબદાર છે તેમની સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે. 21 વિદ્યાર્થીઓનાં મોતનાં જવાબદાર લોકોની સજા કેટલી કઠોર હોવી જોઇએ તે તો કાયદો નક્કી કરશે, પરંતુ અત્યારે અન્ય 19 વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો કેટલાક વિદ્યાર્થીઓને લઇને હજુ સુધી કોઈ માહિતી મળી રહી નથી.

ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ઇજાગ્રસ્તોને સ્મીમેર હૉસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા અને મૃતકોનાં પરિવારને 4 લાખની સહાય જાહેર કરી છે. કૉમ્પલેક્સમાં આગ લાગવાનાં કારણે વિદ્યાર્થીઓએ ચોથા માળેથી નીચે કૂદકો મારવો પડ્યો હતો જેમાં 19થી વધારે વિદ્યાર્થીઓ ઘવાયા છે, જેમાંથી 8 જેટલા વિદ્યાર્થીઓ આઈસીયુમાં દાખલ છે.

મૃતકોની યાદી

1. કાનાણી વંશવી જયેશભાઇ, 18 વર્ષ
2. ખડેલા એશા રમેશભાઇ, 17 વર્ષ
3. વેકરિયા જાનવી મહેશભાઇ, 17 વર્ષ
4. કાકડીયા ઇશાબેન કાંતિભાઇ, 15 વર્ષ
5. સંઘાણી મિત દિલીપભાઇ, 17 વર્ષ
6. ઠુમ્મર અંશ મનસુખભાઇ, 18 વર્ષ
7. વસોયા જાનવી સંતુરભાઇ, 17 વર્ષ
8. સુરાણી હંસતી હિતેશભાઇ, 18 વર્ષ
9. બલર રૂચિ રમેશભાઇ, 18 વર્ષ
10. ખૂંટ દ્રષ્ટિ વિનુભાઇ, 18 વર્ષ
11. કોઠડિયા ખુશાલી કિરીટભાઇ, 17 વર્ષ
12. રૂદ્ર દોંડા
13. ક્રિષ્ન ભેખડીયા

આઈસીયુમાં

1. મયંક રંગાણી
2. દર્શન ઢોલા
3. હર્ષ પરમાર
4. જતીન નાકરાણી

ઇજાગ્રસ્તોની યાદી

1. દીપક સુરેશભાઇ શાહ (30 વર્ષ)
2. સાગર કાનજીભાઇ સોલંકી (19 વર્ષ)
3. સુનીલ ભૂપતભાઇ કોડીકાટ (17 વર્ષ)
4. વિક્રમભાઇ (50 વર્ષ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન