Listen to baby's reply Father laughs and crying ,Video Viral Social media
  • Home
  • Featured
  • નાનકડા છોકરાનો જવાબ સાંભળી પિતાની આંખમાંથી નીકળી ગયા આંસુ, 27 મિલિયનથી વધારે વ્યૂઝ

નાનકડા છોકરાનો જવાબ સાંભળી પિતાની આંખમાંથી નીકળી ગયા આંસુ, 27 મિલિયનથી વધારે વ્યૂઝ

 | 2:36 pm IST

ફેસબુક પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો. બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને પણ બાળકના ખૂબ વખાણ કર્યા છે. આ વીડિયો 24 ઓક્ટોબરે દાની દેવીટો નામના ફેસબુક યુઝરે શેર કર્યો છે. વીડિયો સૈન ફ્રાન્સિસ્કોના ફેયરમોંટ શહેરનો છે. પિતા ગ્રેગ તેના પુત્રથી વાત કરી રહ્યા છે. તેમનો બે વર્ષનો બાળક મેટ ટોઇલેટ સીટ પર બેઠો છે.

આ મજેદાર વી઼ડિયોમાં ગ્રેગ તેના પુત્રને પુછે છે શુ તે પૉટી કરી છે જેની પર પુત્ર રહે છે મે પોટી નથી કરી. માત્ર ટોયલેટ કરી છે. આ સાંભળી પિતા જોર-જોરથી હસવા લાગે છે અને હસી હસીને તેમની આંખમાંથી આંસૂ નીકળવા લાગે છે. પિતાની આંખમાં આંસુ જોઇ પુત્ર પૂછે છે કે શુ પપ્પા તમે દુખી છો જે બાદ પિતા તેને ગળે લગાવી લે છે. આ વીડિયોને અત્યાર સુધી 27 મિલિયન વ્યૂઝ થઇ ચૂક્યા છે. આ વીડિયોને પેરેંટિંગ બ્લોગ સ્કેરી મોમીએ શેર કર્યો છે જ્યાં આ વીડિયોને 12 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન