Lithuania says throw away Chinese phones due to censorship concerns
  • Home
  • Featured
  • આ દેશે તેના નાગરિકોને કહી દીધું કે તાબડતોડ ફેંકી દો ચાઇનીઝ ફોન

આ દેશે તેના નાગરિકોને કહી દીધું કે તાબડતોડ ફેંકી દો ચાઇનીઝ ફોન

 | 8:40 am IST
  • Share

લિથુઆનિયાના સંરક્ષણ મંત્રાલયે ગ્રાહકોને ચીની બનાવટના ફોનની ખરીદીથી દૂર રહેવા અને જો આવો કોઇ ફોન હોય તો ઝડપથી તેનાથી છુટકારો મેળવવા સલાહ આપી છે. સરકારના ધ્યાને આવ્યું છે કે ચીની બનાવટના ફોન સેન્સરશિપની ઇનબિલ્ટ ક્ષમતા ધરાવે છે. લિથુઆનિયાની રાજ્ય સંચાલિત સાઇબર સિક્યુરિટી એજન્સીના જણાવ્યા મુજબ ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી કોર્પોરેશન દ્વારા યુરોપમાં જે ફોનનું વેચાણ થઇ રહ્યું છે તે ‘ફ્રી તેબેટ’, ‘ લોંગ લિવ તાઇવાન ઇન્ડિપેન્ડન્સ’ કે ‘ડેમોક્રસી મૂવમેન્ટ’ જેવા શબ્દોને આપણે ડિટેક્ટ કરીને સેન્સર કરે છે.

લિથુઆનિયાના સંરક્ષણ મંત્રાલય સાઇબર સિક્યુરિટી સેન્ટરે જણાવ્યા મુજબ યુરોપીય સંઘ વિસ્તાર માટે શાઓમી દ્વારા આ પ્રકારે સેન્સર કરી શકે તેવું ફોન સોફ્ટવેર બંધ કરેલી હાલતમાં હોય છે, પરંતુ તે સોફ્ટવેરને દૂર બેઠા ગમે ત્યારે ઓપરેટિવ કરી શકાય તેમ હોય છે.  

લિથુઆનિયા અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા  

 લિથુઆનિયા અને ચીન વચ્ચેના સંબંધો તાજેતરમાં વણસ્યા છે. ચીને ગયા મહિને માગણી કરી હતી કે લિથુઆનિયા બેઇજિંગમાંથી તેના રાજદૂતને પાછા બોલાવી લે. તાઇવાને જાહેરાત કરી છે કે તેના લિથુઆનિયા ખાતે આવેલા દૂતાવાસને તે તાઇવાનના પ્રતિનિધિના કાર્યાલય જાહેર કરશે. તે પછી ચીને લિથુઆનિયામાંથી પોતાના પ્રતિનિધિને પાછા બોલાવી લેવાની જાહેરાત કરી હતી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો