little boy followed as he performed upbeat steps to actor Govinda's songs
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: નાના છોકરાનું અદ્ભુત ડાન્સિંગ ટેલેન્ટ જોઈ ડાન્સના ધુરંધરોનો પણ પરસેવો છૂટી જશે

Video: નાના છોકરાનું અદ્ભુત ડાન્સિંગ ટેલેન્ટ જોઈ ડાન્સના ધુરંધરોનો પણ પરસેવો છૂટી જશે

 | 10:46 am IST

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં જબરદસ્ત અને અદ્ભુત ટેલેન્ટ જોવા મળે છે. આ પ્લેટફોર્મ્સના માધ્યમથી લોકો પોતાની અંદરના ટેલેન્ટને દુનિયા સામે રજૂ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં એક અનોખી પ્રતિભા સામે આવી છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાનો છોકરો અદ્ભુત ડાન્સ કરતા નજરે આવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં બાળક બોલિવૂડ ડાન્સિંગ સ્ટાર ગોવિંદાના સોંગ્સ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યો છે. આ છોકરો ગોવિંદાના સોન્ગ જેમકે ‘એક ચુમ્મા તુ મુઝકો’, ‘કિસી ડિસ્કો મેં જાએં’ અને ‘મેં તો રસ્તે સે જા રહા થા’ પર શાનદાર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં બાળકનો જબરદસ્ત ઉત્સાહ અને શાનદાર ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈ દરેક કોઈ આ છોકરાની પ્રતિભાના વખાણ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ બાળક કોઈ રિયાલિટી શો અથવા તો કોઈ કાર્યક્રમમાં ડાન્સ નથી કરી રહ્યો. તે શેરીમાં એક ઝૂંપડીઓની સામે ડાન્સ કરી રહ્યો છે. ટેલેન્ટ માટે રૂપિયા પૈસાની નહીં પણ આત્મવિશ્વાસ અને સખ્ત મહેનતની જરૂર પડે છે એમ લોકો સોશિયલ મીડિયા વિચાર વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન