Little Karate Boy Refusing to Give Up Video is going Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • નાના બાળકની હિમ્મતને તમે પણ કરશો સલામ, જુઓ આ અદ્ભુત Video

નાના બાળકની હિમ્મતને તમે પણ કરશો સલામ, જુઓ આ અદ્ભુત Video

 | 3:02 pm IST

કોઈ પણ નવી વસ્તુ શીખવી વ્યક્તિ માટે ક્યારે સરળ હોતી નથી. જ્યારે કોઈ કળામાં નિષ્ણાત થવા માટે પણ વર્ષોનો સમય નીકળી જાય છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈ તમારો જોશ પણ વધી જશે. આ વીડિયો એક નાના બાળકનો છે જે હાર માનવા તૈયાર નથી.

નાના બાળકનો આ વીડિયોએ ઇન્ટરનેટ પર સનસની મચાવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ નાના બાળકનું નામ ફોનિક્સ છે જે ઓર્લાન્ડો, ફ્લોરીડામાં રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફોનિક્સ તેની સ્કૂલમાં કરાટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ફોનિક્સ ઘણી વખત કિક મારીને ટાઇલ્સ તોડવાની કોશિશ કરે છે. પરંતુ દર વખતે તેઓ નિષ્ફળ થઈ જાય છે અને પછી રડવા લાગે છે. પરંતુ ત્યાં હાજર લોકો, અન્ય સ્ટુડન્ટ્સ અને ફોનિક્સના શિક્ષક તેને ખૂબ પ્રોત્સાહિત કરે છે અને વધુ મહેનત કરવા અને હાર ન માનવા કહે છે.

મિત્ર અને શિક્ષક દ્વારા મળતા પ્રોત્સાહનથી પ્રેરિત થઈ ફોનિક્સ એકવાર ફરી ટાઇલ્સને તોડવા ટ્રાય કરે છે અને આખરે તેઓ ટાઇલ્સને તોડી પાડે છે. આ જોઈ તેના મિત્ર અને શિક્ષક ખૂબજ ખુશ થાય છે અને ફોનિક્સને ભેટી લે છે. આ સુંદર દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો છે. લોકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન