Little kid Paying Cricket video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય’, નાના બાળકનું હુનર જોઈ તને પણ કહેશો ‘વાહ ભાઈ વાહ’

‘પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય’, નાના બાળકનું હુનર જોઈ તને પણ કહેશો ‘વાહ ભાઈ વાહ’

 | 12:38 pm IST

મોટા લોકોની જેમ નાના બાળકોમાં પણ ક્રિકેટને લઈ કેટલી દિવાનગી છે તેનો અંદાજો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયેલ એક વીડિયોના આધારે લગાવી શકાય છે. આ વાયરલ વીડિયોમાં નાનું બાળક જે પર્ફેક્ટ ટેકનિક સાથે શોટ લગાવી રહ્યું છે. તે જોઈ સૌ કોઈ હેરાન છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ બાળક એટલું નાનું છે કે ડાયપર પહેરીને શાનદાર ક્રિકેટિંગ શોટ લગાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને જોઈ યુઝર્સ તેના પર્ફેક્ટ કવર ડ્રાઇવ અને ટેકનિકની ચર્ચા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો બાળકને સચિન તેંડુલકરની કોપી બતાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકે હાથમાં ગ્લવ્સ પહેર્યા છે. તે સરળતાથી કોપબુક ક્રિકેટિંગ શોટ રમતા નજરે આવી રહ્યો છે. ઉપરાંત તેનું ફુટવર્ક અને બોડી કન્ટ્રોલ પણ શાનદાર દેખાઈ રહ્યું છે. તેથી લોકો નાના બાળકના આ હુનરને જોઈ સૌ કોઈ હેરાન થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન