little-love-story-of-nikita-and-vibhutilittle-love-story-of-nikita-and-vibhuti
  • Home
  • Photo Gallery
  • પુલવામા એટેક : શહીદ મેજરની 10 મહિનાની લવ સ્ટોરી વાંચીને દુનિયા થઇ ભાવુક, જુઓ તસવીરો

પુલવામા એટેક : શહીદ મેજરની 10 મહિનાની લવ સ્ટોરી વાંચીને દુનિયા થઇ ભાવુક, જુઓ તસવીરો

 | 12:08 pm IST

18 એપ્રિલ 2018માં જ મેજર વિભૂતિના વિવાહ નિકિતા સાથે થયા હતા. વિભૂ 19 એપ્રિલે પ્રથમવાર નિકિતાને લઈને ડંગવાલા પોતાના ઘરે પહોંચ્યા હતા. બંન્નેની આ નાની લવ સ્ટોરીથી દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયા ભાવુક થઈ જશે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા ઈંસાફ હૈદરે પોતાના ટ્વિટર પર શહીદ મેજર વિભૂતિ ઢોંડિયાલ પ્રતિ પોતાની સંવેદના પ્રગટ કરી. તેમને શહીદના લગ્નની તસ્વીર શેર કરતા લખ્યું, પ્રિય નિકિતા કૌલ, હું એક કેનેડિયન પત્ની છું જેને પોતાના પતિને ગુમાવી દિધો છે અને હું રોજ તેમની રાહ જોઉં છું. હું તારૂં દુ:ખ સમજી શકું છું. તારો પતિ શહીદ મેજર ઢોંડિયાલ ફક્ત તારા અને ભારતનાં નહીં પરંતુ સમગ્ર દુનિયાનાં હિરો છે.

મેજર વિભૂતિ અને નિકિતાની નાની લવ સ્ટોરી: 19 એપ્રિલ 2018-19 ફેબ્રુઆરી 2019, બસ દસ મહિના. નિકિતાની વીરાન આંખો ફુલોથી સજાવેલ મેજરની તસ્વીર પર અટકી ગઈ. સમયનાં મારથી તેના ચહેરા પર ન જાણે કેટલા રંગો આવ-જાવ કરી રહ્યાં છે. તે ગુલાબી જેવો રંગ હતો, લગભગ તે કદાચ તે દિવસ પાયદાન પર ઉભી હતી, જ્યારે મેજર લગ્ન કરીને તેને દહલીઝ પર લાવ્યા હતા.

તે ખુશીઓનાં વાદળોમાં હતી. બસ, દસ મહિના, આ સ્વર તેના હોઠમાં જ રહી ગયા હતા, જાણે કોઈએ તેને ઝકજોર કરી દીધી હોય. હવે, તે સમયના નિર્મમ, ખુબ જ ડંખનારી સખ્ત જમીન પર હતી. બસ દસ મહિના. ઘણું બધું બદલાઈ ગયું. આજે દુનિયા તેની સાથે હતી, પણ તેના હાથમાં મેજરનો હાથ નહોતો. જ્યાં આજે પણ ઘરમાં વિભુતિના હાથના નિશાન છે. આ એક રસમ હતી જે ફક્ત યાદ બનીને રહી ગઈ.

આજ, નિકિતા તેજ હથેળીઓની નિશાનીમાં પોતાની કિસ્મત શોધી રહીં છે. વિભૂતિ સાથેની દરેક વાતો નિકિતાના દિમાગમાં જીવંત છે, કેટલા ખુશ હતા વિભૂ, જ્યારે તે મને લઈને ઘરે આવ્યા હતા. પરિવારમાં ખુશીનો માહોલ હતો

ફુલઝળીઓમાંથી છુટા પડેલા તારાઓ, સમયની સાથે પોતાનું વજુદ મુકી ગયા હતા. જે રીતે વિભૂ વગર નિકિતા. નિકિતાની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા એક વીરાંગનાની જેમ તેને આંસુઓને હથેળીમાં સમેટી લીધા. તે ઘરમાં એક તરફ રાખેલા વિભૂનાં ફોટા તરફ એક નજર જોવા લાગી.

બેકાબૂ આંસુ, તેનાં ગળા સુધી ફેલાવા લાગ્યા. આંગળીઓથી પોતાના આંસુઓને લુંછીને બોલી… વિભૂ હીરો છે. નિકિતાની બે આંગળીઓ મેજરના ફોટા તરફ હતી. હોઠ થરથરી રહ્યાં હતા, શબ્દો મુશ્કેલીથી નીકળતા હતા, તે મનેમન કહેતી હતી, તેના માટે ન રડતી, મારો મેજર હીરો છે…મારો મેજર હીરો છે…I LOVE YOU વિભૂ…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન